Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ

Social Share

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF જવાન બાલટાલ થઈને અમરનાથ ગુફા મંદિર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. વાહન રસ્તા પરથી લપસીને સિંધ નાળામાં પડ્યું જેમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ CRPF જવાનોને વાહનમાંથી બહાર કાઢીને બાલટાલ બેઝ કેમ્પની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ આ આઠ જવાનોની સારવાર ચાલી રહી છે.