1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ

0
Social Share
  • CRPF ના જવાનોને ગાંદરબલમાં નડ્યો અકસ્માત 
  • સેનાના 8 જવાનો ગંભીર રીતે ઘાયલ
  • તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF જવાન બાલટાલ થઈને અમરનાથ ગુફા મંદિર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. વાહન રસ્તા પરથી લપસીને સિંધ નાળામાં પડ્યું જેમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ CRPF જવાનોને વાહનમાંથી બહાર કાઢીને બાલટાલ બેઝ કેમ્પની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ આ આઠ જવાનોની સારવાર ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code