Site icon Revoi.in

જન્માષ્ટમીઃ દહીં હાંડીનો ઉત્સવ ક્યારે મનાવાશે જાણો અહી મહૂર્ત 

Social Share

દિલ્હીઃ- આજરોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે, બાલકૃષ્ણના જન્મના પર્વમાં દહી હાંડીનું ઘણુ મહત્વ છે ત્યારે એજ રોજ સવારથી સાંજથી દહીં હાંડી ફોડવાનું મહૂર્ત છે.

કેવી રીતે ફોડવામાં આવે છે દંહી હાંડી

દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવા માટે, દહીંનું વાસણ એટલે કે દહીં હાંડી ચોક, શેરી અથવા કોઈપણ મેદાનમાં ઊંચાઈએ બાંધવામાં આવે છે. આ હાંડી માટીની બનેલી છે. આ ઘડાને તોડવા માટે દૂર દૂરથી ગોવિંદાઓના સમૂહ એટલે કે કૃષ્ણ ભક્તો આવે છે. ગોવિંદાઓનું જૂથ દહીંહાંડી તોડવા માટે પિરામિડ બનાવીને ઉપર તરફ આગળ વધે છે અને જે દહીંહાંડીને નારિયેળ વડે ફોડે છે.

જન્માષ્ટમી ક્યારે મનાવમાં આવે છે

જાણકારી પ્રમાણે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમી તારીખે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ દિવસે જન્માષ્ટમીનો વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે અને તે જ સમયે દહીં હાંડી તોડવામાં આવે છે.

શા માટે દહીં હાંડી ફોડવામાં આવે છે

દહીં હાંડી ફોડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણનો જન્મ તેમના દુષ્ટ કાકા કંસને મારવા માટે થયો હતો. દેવકીનંદન કૃષ્ણનો ઉછેર યશોદા મૈયા દ્વારા થયો હતો, જેના કારણે તેમને યશોદાના નંદ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે બાળ ગોપાલ બાળપણમાં માખણના ઘડા તોડતા હતા, જેના કારણે તેમને માખણ ચોર પણ કહેવામાં આવે છે.

આજરોજ ક્યારે દહીં હાંડી ફોડવાનું શુભ મહૂર્ત છે

આ વર્ષે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બરે મનાવવામાં આવી રહી છે પરંતુ દહીં હાંડી જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરે તોડવામાં આવશે. આ દિવસે દહીં હાંડી ઉત્સવનો ઉત્સાહ જોવા મળશે. દહી હાંડી તહેવાર માટે સવારથી સાંજ સુધીનો શુભ સમય માનવામાં આવે છે. આ દરમિયાન હાંડી તોડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.