Site icon Revoi.in

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી પટેલ, સુરતમાં કનુભાઈ દેસાઈ, ભાવનગરમાં કિરીટસિંહ રાણા, વલસાડમાં નરેશ પટેલ, વડોદરામાં પ્રદિપ પરમાર અને પંચમહાલમાં અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી, મહેસાણામાં જગદીશ પંચાલ, જામનગરમાં બ્રિજેશ મેરજા, નવસારીમાં જીતુભાઈ ચૌધરી, ખેડામાં મનીષા વકીલ, તાપીમાં મુકેશ પટેલ, છોટાઉદેપુરમાં નિમિષાબેન સુથાર, જૂનાગઢમાં અરવિંદ રૈયાણી, સાબરકાંઠામાં ડૉ.  કુબેરભાઈ ડીંડોર, કચ્છમાં કીર્તિસિંહ વાઘેલા, ભરૂચમાં ગજેન્દ્રસિંહ પરમાર, અમરેલીમાં આર.સી.મકવાણા, બોટાદમાં વિનોદ મોરડિયા અને સુરેન્દ્રનગરમાં દેવાભાઈ માલમ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આવી જ રીતે દાહોદ, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા અને અરવલ્લી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.