અમદાવાદ, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ બની રહેવા સાથે તેની ક્રેડિટ તાકાતને સંગીન બનાવે છે. JCRએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ને A-(સ્થિર) રેટિંગ આપ્યું છે, જે એક આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી દ્વારા ભારતીય કોર્પોરેટ દ્વારા સાર્વભૌમ થ્રેશોલ્ડનો દુર્લભ ભંગ દર્શાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી લિ. અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ને આપવામાં આવેલું BBB+ (સ્થિર) રેટિંગ ભારતના BBB+ ના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ છે.
અદાણી પોર્ટસને મળેલું મજબૂત રેટિંગ તેની સર્વાંગી ક્રેડિટ પ્રોફાઇલ, વૈવિધ્યસભર સંપત્તિનો આધાર અને સ્થિતિસ્થાપક રોકડ-પ્રવાહના ઉત્પાદનને રેખાંકિત કરી તેને અગ્રણી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી તરફથી સાર્વભૌમત્વથી ઉપર ઉઠીને રેટિંગ હાંસલ કરવા માટે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના પસંદગીના સમૂહમાં મૂકે છે. રેટિંગ એજન્સી JCR દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું આ સ્તરે કરવામાં આવેલું મૂલ્યાંકન પ્રથમ ઉદાહરણમાંનું એક બની રહેવા સાથે અદાણી સમૂહના વૈશ્વિક રેટિંગ એજન્સીઓ સાથે વધતા જોડાણ અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ સિમાચિહ્નમાં થઇ રહેલા વધારાને દર્શાવે છે.
સમગ્ર અદાણી સમૂહના મુખ્ય નાણાકીય અધિકારી જુગેશિન્દર સિંઘે અદાણીની કંપનીઓએ હાંસલ કરેલા આ રેટીંગ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ રેટિંગ અદાણી સમૂહના શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન, બેલેન્સ શીટના મૂળભૂત સિદ્ધાંતોને ઉત્તરોત્તર મજબૂત બનાવવા અને વૈવિધ્યસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મને વિશ્વ સ્તરીય અમલીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યકત કરવા સાથે કંપનીના વ્યવસાયી મોડેલની ઊંડાઈ અને સ્થિતિસ્થાપકતાની પુનઃપુષ્ટિ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ રેટીંગ અમારી લાંબા ગાળાની વ્યૂહરચનામાં વૈશ્વિક ધિરાણકર્તાઓ, સંસ્થાકીય રોકાણકારો અને મૂડી બજારોના વિશ્વાસને પ્રદર્શિત કરે છે.રોકાણકારો અને ધિરાણકારોનું આ પ્રચંડ સમર્થન ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં અગ્રણી સહયોગી તરીકેની અમારી સ્થિતિને વધુ તાકાત બક્ષવા સાથે ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાવાળી વૃદ્ધિ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
જાપાનની એજન્સી દ્વારા જે બાબતોના આધારે આપવામાં આવેલા રેટીંગની પશ્ચાદભૂમિકાના કેટલાક તર્ક પણ તેણે પ્રકાશિત કર્યા છે. તદનુસાર અદાણી પોર્ટસ અને સેઝની ક્રેડિટ યોગ્યતા તેની પેટાકંપની સમૂહની સમકક્ષ છે, જેમાં તેણે કંપનીની શ્રેષ્ઠ માળખાગત ક્ષમતાઓ, સતત મજબૂત નફાકારકતા, લાંબા ગાળાનો સ્થિર રોકડ પ્રવાહ અને સમજદાર નાણાકીય વ્યવસ્થાપનનો ઉલ્લેખ કર્યો છે જેણે કંપનીને ભારતના સાર્વભૌમ વિદેશી ચલણ રેટિંગથી ઉપર મૂકયો છે, અલબત્ત દેશની ટોચમર્યાદા દ્વારા તે મર્યાદિત છે. અદાણી પોર્ટસએ ૧૫ સ્થાનિક અને ૪ આંતરરાષ્ટ્રીય બંદરોના વિવિધતાભર્યા પોર્ટફોલિયો દ્વારા તેના નેતૃત્વને સતત મજબૂત બનાવવાનું ધ્યેય ચાલુ રાખ્યું છે. બંદરોનો આ કાફલો ભારતના લગભગ ૩૦% કાર્ગોનું સંચાલન કરે છે. કન્ટેનર વોલ્યુમના ૫૦% બંદરો, સેઝ, લોજિસ્ટિક્સ અને દરિયાઈ સેવાઓને આવરી લેતા વ્યાપક ચાર સેગમેન્ટ સંકલિત લોજિસ્ટિક્સ પ્લેટફોર્મના સંગીન ટેકાથી સમર્થિત છે. વધુમાં માંગમાં ઉત્તરોત્તર મજબૂત વધારો અને તેના સીમલેસ એન્ડ ટુ એન્ડ લોજિસ્ટિક્સ મોડેલના કારણે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનએ એબિડ્ટાનો ઝડપથી વિસ્તાર વધાર્યો છે. નાણાકીય વર્ષ-૨૦માં રુ.૭,૫૬૬ કરોડથી વધીને નાણાકીય વર્ષ-૨૫માં રુ.૧૯,૦૨૫ કરોડ અને નાણાકીય વર્ષ-૨૬ના પહેલા છ મહિનામાં રુ.૧૧,૦૪૬ કરોડ રહ્યો છે. જ્યારે એબિડ્ટા ઉપર રૂઢિચુસ્ત ચોખ્ખું ૧.૮x દેવું લાંબા ગાળાનું ભંડોળ માળખું અને મજબૂત તરલતાની સ્થિતિ જાળવી રાખી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સએ ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ ઉપાયોના ઝડપી વિસ્તરણ દ્વારા ભારતની ઊર્જા કરોડરજ્જુને મજબૂત બનાવવાનું ચાલુ રાખી તેના સ્થિર, નિયંત્રિત રોકડ પ્રવાહ અને કાર્યક્ષમ સંચાલન મારફત તેની એકીકૃત ક્રેડિટ પ્રોફાઇલને ટેકો આપ્યો છે. ૨૬,૭૦૫ સરકીટ કીલોમીટરની ટ્રાન્સમિશન લાઇન, ૯૭,૨૩૬ MVA ક્ષમતા, એવોર્ડ વિજેતા વિતરણની વિશ્વસનીયતા અને ઝડપથી વિસ્તરતા ૭.૩૭ મિલિયન મીટર સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયોના ઝડપથી વિકસતા માળખા સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃદ્ધિ હાંસલ કરવા સાથે કાર્યક્ષમતા, ગ્રાહક સેવા અને કાર્યકારી કામકાજના સીમાચિહ્નનને સતત વ્યાખ્યાયિત કરી રહ્યું છે.
કંપનીએ નાણાકીય મોરચે નાણા વર્ષ-૨૦થી એબિડ્ટા વૃદ્ધિ રુ. ૪,૫૩૨ કરોડથી નાણા વર્ષ-૨૫ સુધીમાં રુ.૭,૭૪૭ કરોડ USD ૧ બિલિયન ઇક્વિટી એકત્રીકરણ, મજબૂત પ્રવાહિતા અને સારી રીતે વૈવિધ્યસભર લાંબા ગાળાના ભંડોળના માળખા સાથે સતત વિસ્તરણ વચ્ચે શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન જાળવી રાખવા સાથે વધતી જતી ઊર્જાની માળખાગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કંપનીને સક્ષમ કરી છે. ભારતની આગવી હરોળની નવીનીકરણીય IPP તરીકે અદાણી ગ્રીન એનર્જી લિ.એ મજબૂત શાસન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ અને મજબૂત કાર્યકારી ક્ષમતાઓના પ્રચંડ ટેકાથી પોતાના નેતૃત્વને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. જેણે સ્થિર રોકડ પ્રવાહ અને તેના પેટાકંપની સમૂહ સાથે તાલ મિલાવતી સ્થિતિસ્થાપક ક્રેડિટ પ્રોફાઇલ પૂરી પાડી છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૬.૭ ગીગાવોટથી વધુ કાર્યકારી ક્ષમતા અને નવીનીકરણીય ઊર્જામાંથી ઉત્પન્ન થતા એબિડ્ટાના ૯૦% થી વધુ સાથે અદાણી ગ્રીનએ વિત્ત વર્ષ-૨૦માં શ્રેષ્ઠ વિકાસ, બહેતર પ્લાન્ટ લોડ પરિબળો, ખર્ચની કાર્યક્ષમતા અને અદ્યતન ENOC સંચાલિત કામગીરીના મજબૂત ટેકાથી સમર્થિત માત્ર ૨.૫ ગીગાવોટથી ઝડપથી વિસ્તરણ કર્યું છે. નાણાકીય વર્ષ ૨૬ના પહેલા છ મહિનામાં અદાણી ગ્રીનની નાણાકીય વર્ષ-૨૦માં એબિડ્ટા વૃદ્ધિ રુ.૧,૮૫૫ કરોડ થી વધીને નાણાકીય વર્ષ-૨૫માં રુ.૧૦,૫૩૨ કરોડ અને નાણા વર્ષ-૨૬ના અર્ધ વાર્ષિક ગાળામાં રુ. ૬,૩૨૪ કરોડ થઈ છે., જેમાં સુધારેલા ઇક્વિટી સ્તર, વૈવિધ્યસભર વૈશ્વિક ભંડોળની પહોંચ અને ૯.૪ વર્ષની સરેરાશ દેવાની પરિપક્વતાનો સમાવેશ થાય છે, આ બાબતોએ કંપનીની નાણાકીય સ્થિરતાને જાળવીને તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ પાઇપલાઇનને ટકાવી રાખવાની સ્થિતિમાં મૂકી છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ થયા બાદ ફરીથી કાર્યરત થયું?

