- કહ્યું આ વર્ષ ભારત માટે ખાસ
- ‘ભારતને વિશ્વના ત્રીજા ધ્રુવ તરીકે ઉભરવા માટે યાદ કરાશે’
દિલ્હીઃ- દેશભરમાં જ નહી પરંતુ વિદેશમાં પણ પીએમ મોદીની ભરપુર પ્રસંશાો થઈ રહી છએ,પીએમ મોદી વૈશ્વિક નેતા તરીકે ઊભરી આવ્યા છે ત્યારે હવે જાપાનની મીડિયા એ પણ પીએમની પ્રસંશા કરી છે ,જાપાનની મીડિયા કંપની નિક્કેઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના વખાણ કરતા લખ્યું છે કે ‘વર્ષ 2023 ભારતના નામે થવાનું છે’.
જાપાની મીડિયા કંપની નિક્કેઈ એ એશિયાના એડિટર-ઈન-ચીફ શિગેસાબુરો ઓકુમુરાએ તેમના લેખમાં લખ્યું છે કે, વર્ષ 2023 વિશ્વમાં ત્રીજા ધ્રુવ તરીકે ભારતના ઉદભવ માટે યાદ કરવામાં આવશે.
આ સહીત ભારત વિશે પ્રસંશા કરતા વધુમાં એમ પ મલખવામાં આવ્યું છે કે ભારતની તાકાત તેની સ્વતંત્ર કૂટનીતિ છે. જ્યારે યુ.એસ., જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વાડના સભ્ય ભારત રશિયા સાથે લશ્કરી કવાયતમાં ભાગ લે છે અને મોસ્કોથી શસ્ત્રો અને તેલની આયાત કરે છે. બેઇજિંગ સાથે સરહદ વિવાદ છતાં ભારત બ્રિક્સનું સન્માન કરે છે.
આ સહીત ઓકુમુરાએ લખ્યું છે કે માર્ચમાં ભારત પ્રથમ વખત ત્રિપક્ષીય આયોગના પૂર્ણ સત્રનું આયોજન કરશે. આ વર્ષે ભારત જી-20ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. મોદી સરકાર 2024માં ભારતની લોકસભા ચૂંટણી પહેલા નેતૃત્વની ક્ષમતા દેખાડવા આતુર હશે. કંપનીએ લેખના અંતે તારણ કાઢ્યું કે નવું વર્ષ અમેરિકા, ચીન, ભારત સહિત ત્રિ-ધ્રુવીય વિશ્વની શરૂઆત કરી શકે છે. પીએમ મોદી ઉપરાંત ઓકુમુરાએ પોતાના લેખમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પણ ઉલ્લેખ કર્યો છે.