Site icon Revoi.in

રાજસ્થાનઃ સગીરાની હત્યા કેસમાં આરોપીએ પોલીસને ચકમો આપવા ધારણ કર્યો યુવતીનો વેશ

Social Share

ક્વોટા: સગીરાની હત્યાના આરોપીએ પોલીસને ચકમો આપવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે પકડાઈ ગયો. દ પોલીસને ચકમો આપવા માટે આરોપીએ યુવતીનો વેશ ધારણ કર્યો અને નયાપુરાથી હરિદ્વાર જતી બસમાં બેસીને ભાગી ગયો. પોલીસ બસ અને ટોલ પોઈન્ટ પર આરોપીને શોધતી રહી હતી પરંતુ યુવતીના વેશમાં આરોપીને પોલીસ ઓળખી શકી ન હતી. જો કે, પોલીસે તપાસના અંતે આરોપીને ગુરૂગ્રામથી ઝડપી લીધો હતો.

એસપી કેસર સિંહ શેખાવતે જણાવ્યું કે આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તેણે ઘટનાના એક દિવસ પહેલા રે હરિદ્વાર જતી ખાનગી બસમાં યુવતીના નામે ટિકિટ બુક કરાવી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ તેની બહેનના કપડા બેગમાં ભરી લીધા હતા. આરોપીએ સ્કુટી ગુડલા પાસે ખંડેર ઈમારત પાછળ પાર્ક કરી અને બહેનના કપડા પહેરીને લિફ્ટ લઈને નયાપુરા પહોંચ્યો હતો. નયાપુરાથી તેણે હરિદ્વાર જતી બસ પકડી હતી. યુવતી તરીકે તેની ઓળખ થઈ શકી નથી.

પોલીસે જણાવ્યું કે આરોપી પહેલા હરિદ્વાર ગયો હતો. પછી ત્યાંથી દેહરાદૂન ગયા અને પાછો હરિદ્વાર આવ્યા હતો. તેમજ બરેલી, લખનૌ, ગોરખપુર, પટના, બોધ ગયા, મધુબની, રાંચી થઈને બનારસ ગયો હતો. ત્યાંથી તે આગ્રા, મથુરા, વૃંદાવન અને વલ્લભગઢ પહોંચી ગયો હતો. રાત્રે તે ગુરુગ્રામમાં તેની બહેનના ઘરે પહોંચ્યો હતો અને પોલીસે તેને બહારથી પકડી લીધો હતો. આરોપી પાસે પૈસાની કમી હોવાથી તે બહેન પાસે મદદ માટે પહોંચી ગયો હતો.