Site icon Revoi.in

ઈડીના રડાર પર ઝારખંડના સીએમ હેમંત સોરેન – ગેરકાયદે માઈનિંગ કેસમાં પાઠવ્યું સમન

Social Share

રાંચીઃ- દેશભરમાં ગેરકાયદેસર કામ અને ભ્રષ્ટાચાર મામલે ઈડી કડક કાર્યવાહી કરી રહી છે,અનેક રાજ્યોમાં મોટા માથાઓ પર દરોડા પાડીને ભ્રષ્ટાચાર મામલે લાલ આંખ કરી રહી છે ત્યારે હવે ઈડીના રડાર પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરકાયદે માઈનિંગ કેસમાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

આ સાથે જ હવે સીએમ સોરેનને ગુરુવારે સવારે 11.30 વાગ્યા પહેલા રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. જો કે, હેમંત સોરેન ગુરુવારે ઈડી સમક્ષ હાજર થશે કે કેમ કે તે વધુ સમય લેશે કે કેમ તે અંગે હજુ પુષ્ટિ  કરવામાં આવી નથી.

ઉલ્સલેખનીય છે કે પ્ટેમ્બર મહિનામાં મુખ્યમંત્રીના સહયોગી પંકજ મિશ્રાની તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. જુલાઈ મહિનામાં ઈડીએ રાજ્યભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ પંકજ મિશ્રા અને તેના સહયોગી ડાહુ યાદવના બેંક ખાતામાંથી 11.88 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ પછી પંકજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે હવે ઈડીએ ઝારખંડના સીએમ સાને કાર્યવાહી કરી છે.