Site icon Revoi.in

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમરનું CAA/NRC અંગેનું નિવેદન ભટકાઉઃ કોર્ટ

Social Share

નવી દિલ્હીઃ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદનું ફેબ્રુઆરી 2020માં CAA/NRC વિરુદ્ધનું ભાષણ વાંધાજનક, ભડકાઉ અને અસ્વીકાર્ય છે. તેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું. આ ભાષણ મહારાષ્ટ્રના અમરાવતીમાં આપવામાં આવ્યું હતું. ભાષણનો આ ભાગ 2020 નોર્થ દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર અને અન્યો સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો ભાગ છે.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની બેંચ સમક્ષ ઉમર ઉર્ફે ઓમર ખાલીદની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે આ અંગે દિલ્હી પોલીસનો જવાબ માંગ્યો હતો. કોર્ટે ભાષણનો ભાગ વાંચીને કહ્યું, ‘તમે કહો છો કે તમારા પૂર્વજો અંગ્રેજોની દલાલી કરતા હતા, શું તમને નથી લાગતું કે તે અપમાનજનક છે? આ પહેલીવાર નથી જ્યારે તમે તમારા ભાષણમાં આવું કહ્યું હોય. તમે ઓછામાં ઓછા પાંચ વખત આ કહ્યું.

હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમને નથી લાગતું કે ઉપયોગમાં લેવાયેલો આ ભાવ લોકો માટે  અપમાનજનક છે, આ લગભગ એવું જ છે કે જાણે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એક જ સમુદાય દ્વારા લડવામાં આવ્યો હોય. બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે શું ગાંધીજી કે શહીદ ભગતસિંહજીએ ક્યારેય આ ભાષાનો ઉપયોગ કર્યો હતો? શું ગાંધીજીએ આપણને લોકો અને તેમના પૂર્વજો માટે અસમપ્રમાણ ભાષાનો ઉપયોગ કરવાનું શીખવ્યું છે? શું તમને નથી લાગતું કે આ વિવિધ સમુદાયો વચ્ચે નફરત પેદા કરે છે. આપણને બોલવાની છૂટ આપવામાં કોઈ વાંધો નથી પણ તમે શું કહો છો?’

ખાલિદ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, આ માત્ર એક વ્યક્તિનો અભિપ્રાય છે અને તે “બિલકુલ ઉશ્કેરણી” સમાન નથી. તેમ છતાં, કોર્ટે પૂછ્યું કે શું ભાષણની સ્વતંત્રતાનો અધિકાર ‘વાંધાજનક નિવેદન’ સુધી વિસ્તરે છે અને શું તે ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 153Bને આકર્ષિત ન થવો જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે ‘અમે એટલું જ કહી શકીએ છીએ કે પ્રથમ દૃષ્ટિએ તે સ્વીકાર્ય નથી’. કોર્ટે આ અંગે દિલ્હી પોલીસ પાસેથી 27 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.