Site icon Revoi.in

જેપી નડ્ડા આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે,વિજય સંકલ્પ યાત્રામાં સામેલ થશે

Social Share

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસીય પ્રવાસ પર શુક્રવારે કર્ણાટક આવશે.નડ્ડા ચિત્રદુર્ગ અને તુમકુરુ જિલ્લામાં પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેશે અને બેંગલુરુમાં ચૂંટણી પ્રબંધન અને પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેશે.

ભાજપના પ્રદેશ મહાસચિવ સિદ્ધારાજુએ ગુરુવારે જણાવ્યું હતું કે નડ્ડા શુક્રવારે બપોરે તોરાણગલ્લુ એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 3 વાગ્યે છલ્લાકેરે ખાતે પાર્ટીની ‘વિજય સંકલ્પ યાત્રા’માં જોડાશે.

સિદ્ધારાજુએ જણાવ્યું કે પછી સાંજે 5.20 વાગ્યે નડ્ડા બાઇક રેલીને ફ્લેગ ઓફ કરશે અને જાહેર સભામાં ભાગ લેશે. સિદ્ધારાજુના જણાવ્યા મુજબ, 18 માર્ચે, બીજેપી અધ્યક્ષ તુમકુરુમાં બે રોડ શો કરશે, પહેલો તિપ્તુરમાં સવારે 11 વાગ્યે અને બીજો રોડ શો ચિક્કનાયકનહલ્લીમાં બપોરે 2 વાગ્યે કરશે.

તેમણે કહ્યું કે વિમાન દ્વારા દિલ્હી જતા પહેલા નડ્ડા સાંજે બેંગલુરુમાં પાર્ટીના ચૂંટણી પ્રબંધન અને પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેશે.

 

Exit mobile version