- 14 માં મહાપાટોત્સવની ભવ્ય ઉજવણી થશે
- ઉમિયા માતાજીના મંદિરે થશે ઉજવણી
- આ પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિતિ
રાજકોટ:દેશમાં આવતીકાલે રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.ત્યારે રામનવમી નિમિતે જૂનાગઢના ઉમાધામ ગાંઠીલા ખાતેના 14 માં મહાપાટોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 10 એપ્રિલે યોજાનારા આ પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિતિ રહેશે. જેમાં પીએમ મોદી બપોરે 1 વાગ્યે વિડીયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ કરશે તેમજ અનેક લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની ઉજવણીમાં 51 કુંડી હવન,આરોગ્ય કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ,નેત્રયજ્ઞ, કેન્સર જાગૃતિ અભિયાન,સામાજિક સંમેલન તેમજ રાત્રીના લોકડાયરો યોજાશે.જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર પોતાની કાળાનું રસપાન કરાવશે.
ઉમિયા માતાને કડવા પાટીદારોની કુળ-દેવતા અથવા કુળદેવી માનવામાં આવે છે.