Site icon Revoi.in

રાતના સમયમાં સારી ઊંઘ લેવા માટે માત્ર આટલું કરો, અને જોવો ફરક

Social Share

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની ઊંઘ સારી રીતે પૂર્ણ ન થાય તો, તેના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ એન્ટ્રી મારવાનું શરૂ કરી દે છે. ક્યારેક તમે એ પણ જોયું હશે કે અમુક લોકો હંમેશા એનર્જીથી ભરેલા અને સ્ફૂર્તિથી ભરેલા જોવા મળે છે, પણ હકીકતમાં આની પાછળનું કારણ એક જ હોય છે કે તેઓ પોતાના શરીરને પૂરતા પ્રમાણમાં આરામ આપે છે.

હવે આપણે વાત કરીએ પૂરતી ઊંઘના ફાયદા વિશેની તો,જે લોકોને અનિદ્રા એટલે કે ઈન્સોમ્નિયાની પરેશાની છે. તેમણે રાત્રે સૂતા પહેલા સરસવના તેલને હૂંફાળુ કરીને પગ પર સારી રીતે માલિશ કરવી જોઈએ. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને લોહીનું સંચાલન સ્મૂદ થાય છે. તેનાથી બોડી અને મગજ રિલેક્સ થશે અને ઊંઘ આવી જશે.

સરસવનું તેલ આયુર્વેદમાં આરોગ્ય માટે ખૂબ કારગર કહેવામાં આવ્યુ છે. તેના સેવનની સાથે તેની માલિશથી પણ મસલ્સને ખૂબ આરામ મળે છે. સરસવના તેલની માલિશથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે અને શારીરિક પ્રવૃતિઓમાં પણ વધારો થાય છે. દરમિયાન જો તમે રાતના સમયે તળિયે સરસવના તેલની માલિશ કરશો તો પગનો થાક દૂર થશે અને તમારા મગજને પણ ખૂબ રિલેક્સ મળશે. દરમિયાન તમને ભરપૂર અને ગાઢ ઊંઘ આવી જશે.

જે લોકો તણાવ અને એન્જાયટીથી ગ્રસ્ત છે. તેમણે પણ દરરોજ રાત્રે સામાન્ય ગરમ સરસવના તેલથી પગની માલિશ કરવી જોઈએ. તેનાથી તણાવ, સ્ટ્રેસ, એન્જાયટીથી છુટકારો મળે છે અને મગજને રિલેક્સ મળે છે.