Site icon Revoi.in

કાનપુરઃ સીએનજીની અછતને પગલે 12 સીએનજી સ્ટેશનો બંધ, વાહન ચાલકોની મુશ્કેલી વધી

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે કાનપુરમાં સીએનજી સપ્લાય અટક્યું છે. ગેસની સપ્લાય ના હોવાને કારણે કાનપુર શહેરના 12 સીએનજી રીફિલિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. જેથી ગણતરીના સ્ટેશનો ઉપર વાહન ચાલકો લાઈનો લગાવીને સીએનજી ભરાવી રહ્યાં છે. કાનપુર શહેરમાં 34 સીએનજી સ્ટેશનોમાં ગેસની સપ્લાય સીયુજીએલ કરે છે. બંધ થયેલા 12 રીફિલિંગ સ્ટેશન ઉપર સીએનજી ટેન્કરો મારફતે ગુજરાતથી મોકલાય છે. મોટાભાગના સ્ટેશનો પર ગેસ પાઈપલાઈનના માધ્યમથી પહોંચે છે. જો કે, પીએનજીમાં કોઈ કાપ મુકવામાં નહીં આવે, જેથી ગૃહિણીઓને હાલાકીનો સામનો નહીં કરવો પડે.

યુક્રેન અને રશિયા ભારતમાં લિક્વિડ નેચરલ ગેસની આપૂર્તિ કરે છે. જેથી સીએનજી તૈયાર કરાય છે. ગેસના મોટાભાગના પ્લાન્ટ ગુજરાતમાં છે. સીયુજીએલના નિદેશકએ જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેનથી સપ્લાય થતી ગેસ બંધ થઈ ગઈ છે. અમારી પાસે સીમિત સ્ટોક છે અને તેને સ્ટેશનો ઉપર પહોંચાડવામાં આવે છે. હાલ એક સપ્તાહનો સ્ટોક છે અનેક સ્ટેશનો ઉપર સીએનજી મળે છે જ્યાં સમાપ્ત થઈ ગયું છે ત્યાં સપ્લાય ઠપ થઈ ગયું છે. ઘરમાં સપ્લાય થતા પીએમજીમાં કોઈ સમસ્યા નહીં સર્જાય, તે શહેરીજનોને મળતું રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કાનપુર શહેરમાં 12 જેટલા સીએનજી સ્ટેશન બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઝડપથી પૂર્ણ નહીં થાય તો સીએનજીની સમસ્યા વધારે વકરે તેવી શકયતા છે.