Site icon Revoi.in

કાનપુરઃ મચ્છર મારફતે ફેલાઈ રહ્યો છે ઝીકા વાયરસ, 250 જેટલા મચ્છરને તપાસ માટે દિલ્હી મોકલાયાં

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઝીકા વાયરસના કેસમાં વધારો થતા મચ્છરોને શોધી કાઢવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દિલ્હીથી આવેલી આરોગ્ય વિભાગની ટીમે કન્ટેનમેન્ટ એરિયામાંથી 250 જેટલા મચ્છરોને શોધીને તપાસ અર્થે ખાસ ટ્રેન મારફતે દિલ્હી મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ દિલ્હીની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેલેરિયા રિસર્ચને તપાસ માટે મોકલવામાં આવેલા મચ્છરો પૈકી એકમાં ઝીંકા વાયરસની પુષ્ટિ થઈ હતી. જે બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઝીકા વાયરસ મચ્છરો મારફતે ફેલાય છે. મચ્છરો મારફતે ઝીકા વાયરસ કેવી રીતે ફેલાય છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ મુઝવણમાં મુકાયું છે. રોગચાળાને ડામવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગની ટીમ એરફોર્સ સ્ટેશન, લાલ બંગલા, હરિજિંદરનગર, કાઝી ખેડા, લાલકુર્તી, જાજમઉ, કાકોરી, શિવ કટારા, આદર્શનગર, તિવારીપુર બગિયા, પોખરપુર, જેકે કોલોની, કેડીએ કોલોની, ઓમપુરવા, ગિરીજાનગરમાં દરેક ઘરમાંથી મચ્છર શોધીને તેની સેંપલિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગે શહેરમાં ઝીકા વાયરસના કેસની તપાસ માટે કિટ મંગાવી છે. જેથી હવે વાયરસને લઈને કાનપુરમાં જ તપાસ કરવામાં આવશે. આ પહેલા સેમ્પલ પુણે અને લખનૌ મોકલવામાં આવતા હતા. જેથી રિપોર્ટ આવવામાં સમય લાગતો હતો. આરોગ્ય વિભાગ સતત કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ અને ફોગિંગ સહિતના ઉપાય કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ કાનપુરમાં સામે આવ્યો હતો. કેન્દ્રીય ટીમ પણ કાનપુરમાં આવી હતી.