Site icon Revoi.in

નેટફ્લિક્સ પર દર્શકોને હસાવતો જોવા મળશે કપિલ શર્મા,વીડિયો શેર કરીને એક નવા સફરની કરી જાહેરાત

Social Share

મુંબઈ:લોકપ્રિય કોમેડિયન અને ટીવી શો હોસ્ટ કપિલ શર્મા તેના નેટફ્લિક્સ ડેબ્યૂ માટે તૈયાર છે.ઘણા દિવસોથી કપિલ શર્માના ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે કપિલ શર્મા નેટફ્લિક્સ સાથે શું લાવવા જઈ રહ્યા છે? ફેન્સની આ આતુરતાનો આજે એટલે કે 5 જાન્યુઆરીએ કપિલ શર્માએ અંત કર્યો છે.કપિલ શર્મા તેનું પહેલું સ્ટેન્ડ અપ લઈને આવી રહ્યો છે, જે 28 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.

કપિલ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પહેલા સ્ટેન્ડ અપ અને ફુલ ઓન મસ્તી વિશે માહિતી આપતો જોવા મળે છે. આ પોસ્ટને શેર કરતા કપિલ શર્માએ કેપ્શનમાં લખ્યું– ‘Kapil Sharma : I am not done yet’ સાથે 28 જાન્યુઆરીએ તમારી નેટફ્લિક્સ સ્ક્રીન પર મળીશું.કપિલે જે વીડિયો શેર કર્યો છે તેના વિશે વાત કરીએ તો, તેમાં કોમેડિયન કહી રહ્યા છે કે – હેલો, હું કપિલ શર્મા છું અને હું અમૃતસરનો છું. હું મારા અંગ્રેજીથી કંટાળી ગયો છું. આભાર…

કપિલે આ શોની જાહેરાત કર્યા બાદ તેના ફેન્સ અને મિત્રો તેને અભિનંદન આપી રહ્યા છે. એક તરફ જ્યાં અભિનંદનનો સિલસિલો ચાલુ છે, તો બીજી તરફ ચાહકોને ડર છે કે હવે કપિલ શર્મા તેના ધ કપિલ શર્મા શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે. જોકે, આ અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી કે કપિલ સોનીના પોતાના શોને અલવિદા કહેશે કે નહીં?

 

Exit mobile version