Site icon Revoi.in

કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર : 29 હજારથી વધુ કાર્ડ્સને કારગીલ સરહદે પહોંચાડાશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને દેશના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા. NCC કેડેટ્સ દ્વારા કારગીલના જવાનોને ગુજરાતનો આભાર અંતર્ગત તૈયાર કરાયેલા આ 29 હજારથી વધુ શુભેચ્છા  કાર્ડ્સ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે.

આ પ્રસંગ્રે રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ અને NCCના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.