Site icon Revoi.in

કર્ણાટક ક્રાઈમ બ્રાંચ દ્વારા હુમલાનું કાવતરું ઘડનારા પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી

Social Share

બેંગલુરુઃ- દેશમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના કાવતરા ઘડી રહ્યા છએ જો કે ક્રાઈમબ્રાંચ, પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સત આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓ ને નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે આવા જ 5 શંકાસ્પદ આતંકીની કર્ણાટકમાં ઘરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચએ કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. તેમની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે કરવામાં આવી છે.

 બેંગલુરુમાંથી ધરપકડ કરાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓ પર ઓરપ છે કે   આ લોકો દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે.તેઓ પાસેથી અનેક વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત આ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. સીસીબીની ટીમ વધુ પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ સાથે જ એવી શંકા છે કે ટીમે બેંગલુરુમાં બ્લાસ્ટને અંજામ આપવાની યોજના બનાવી હતી. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજરોજ આ માહિતી આપવામાં આવી હતી.આ સહીત આ ધરપકડ કરાયેલા આતંકીઓ પાસે હુમલા સંબંધિત વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.