Site icon Revoi.in

કર્ણાટકઃ હવે કોંગ્રેસ સરકારે મંદિર નિર્માણ અને રિનોવેશન સંબધિત કામ માટે અપાતુ ફંડ અટકાવાનો કર્યો નિર્ણય

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપની સરકારના પતન બાદ કોંગ્રેસે સત્તા સંભાળી છે. બીજી તરફ ગત ભાજપની સરકારના કેટલાક નિર્ણયો હાલની કોંગ્રેસ સરકાર બદલી રહી છે. હવે મંદિરોના ડેવલપમેન્ટ અને રિનોવેશન સંબંધિત કામગીરીમાં ફાળવવામાં આવતા ફંડને અટકાવી દેવાનો આદેશ કર્યો છે. સરકારના નિર્ણયને પગલને ભાજપ અ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. તેમજ નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી છે.

કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આદેશની નકલ તમામ જિલ્લા કમિશનરને પહેલાંથી જ મોકલી દેવામાં આવી હતી. આદેશમાં જણાવાયું છે કે, જો મંદિરમાં રિનોવેશન કામ ન થયું હોય તો ફંડ રિલીઝ કરવામાં ન આવે. એટલું જ નહીં જે કેસમાં 50 ટકા ફંડ રિલીઝ કરવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હોય તેને પણ અટકાવી દેવામાં આવે. આદેશમાં કહેવાયું છે કે જો વહીવટી મંજૂરીનો ઉલ્લેખ કરાયો હોય તો તેને પણ અટકાવી દેવામાં આવે.

કોંગ્રેસ સરકારના આદેશને પગલે ભાજપમાં રોષ ફેલાયો છે. દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુઝરાઈ તથા વક્ફના મંત્રી શાહીકલા જોલીએ કહ્યું હતું કે આ આદેશ રાજ્ય સરકારને નહીં શોભે. મંદિરોને ફંડ જાહેર કરતાં અટકાવવાનો આદેશ ટીકાને પાત્ર છે. આ સરકારની ફરજ છે કે તે પૂર્વની ભાજપ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ફંડને જારી કરે. સરકાર દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવે.