Site icon Revoi.in

કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ શિવમોગા એનિમલ રેસ્ક્યુ કલબના સભ્યોએ સ્થળની મુલાકાત લીધી હતી. પશુ ચિકિત્સકો અને પોલીસની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રામ પંચાયતના આદેશથી શ્વાનોને ઝહેર આપવામાં આવ્યાંનું ખુલ્યું હતું. આ અંગે પંચાયતના અધિકારીઓ સામે કેસ નોંધી વધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

એનિમલ રેસ્ક્યુ કલબના કાર્યકર્તાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, બની શકે કે આ શ્વાસને જીવતા દાટી દેવાયાં છે. શિવમોગાના એસપી લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે, પંચાયતના અધિકારીઓએ કથિત રીતે શ્વાનોને ઝેર આપીને મારવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને દફનાવી દીધા હતા. પંચાત અધિકારીઓ સામે ગુનો નોંધીને પશુ ચિકિત્સકોની ટીમ સ્થળનું નિરીક્ષણ કરી રહી છે આગામી દિવસોમાં રિપોર્ટ આવશે. લગભગ 100 જેટલા શ્વાનને મારવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

સામાન્ય રીતે શેરી કુતરાઓની સંખ્યામાં વધારો ના થાય તે માટે ખસીકરણ અભિયાન હાથ ધરવામાં આવે છે. પરંતુ પંચાયતના અધિકારીઓએ સીધા શ્વાનને મારવાના આદેશ આપી દીધા હતા. મુંગા જાનવરો ઉપર અત્યાચાર ગુજારનારાઓ સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ. જેથી ફરીવાર આવુ ક્રુરતા ભર્યું પગલુ કોઈ ભરતા પહેલા 100 વાર વિચારે.