Site icon Revoi.in

કર્ણાટકઃ શિવકુમારે વિધાનસભાના પગથિયા પર માથું ટેકવ્યું, BJP નેતાના ચરણ સ્પર્શ કરી આર્શિવાદ લીધા

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર તથા મંત્રી મંડળે શપથ ગ્રહણ કર્યાં બાદ આજે 16મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. જેમાં ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યાં હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભા ગ્રુહમાં પ્રવેશ પહેલા માથુ ટેકવ્યું હતું. એટલું જ નહીં ભાજપના એક સિનિયર નેતાની મુલાકાત લઈને પગે પડીને આશિર્વાદ લીધા હતા.

કર્ણાટકમાં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર સત્તામાં આવ્યા બાદ 16મી કર્ણાટક વિધાનસભાનું પ્રથમ સત્ર તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે શરૂ થયું હતું. કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી, જેનું સંચાલન કોંગ્રેસના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય આરવી દેશપાંડે પ્રો-ટેમ સ્પીકર તરીકે કર્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, મંત્રીઓ જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, એમબી પાટીલ, કેજે જ્યોર્જ, સતીશ જારકીહોલી, પ્રિયંક ખડગે વગેરેએ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા.

આ પહેલા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે બેંગલુરુમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા એસએમ કૃષ્ણાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. શિવકુમારે પણ વિધાનસભામાં રાજ્ય સમક્ષ વિધાનસભાના પગથિયા પર માથું ટેકવ્યું હતું. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈને પણ મળ્યા હતા. એટલું જ નહીં વિધાનસભા સંકુલમાં ગૌમુત્ર પણ છંટાવ્યું હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારને જવાબદારી સોંપી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ તેમણે બેંગ્લોરમાં શપથ ગ્રહણ કર્યાં હતા.