Site icon Revoi.in

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લિલ કન્ટેન્ટની લિંક કરાય પોસ્ટ

Social Share

વારાણસી: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે અશ્લિલ કંટેન્ટની લિંક પોસ્ટ કરી છે. આની જાણકારી મળ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને કન્ટેન્ટને હટાવવાની કામગીરી શરૂ કરી.

મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું છે કે શરારતી તત્વો દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના ફેસબુક પેજને હેક કરવામાં આવ્યું છે. ન્યાય દ્વારા ફેસબુક પ્રશાસન સાથે સંપર્ક કરીને તેને રિકવર કરવાનો પ્રયાસ કરાય રહ્યો છે. આ સાઈબર અપરાધીઓની ઓળખ કરીને કાયદાકીય કાર્યવાહી માટે સાઈબર કમ્પ્લેન ફાઈલ કરવાની પ્રક્રિયામાં છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાસે અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

Exit mobile version