Site icon Revoi.in

કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવોને પગલે પંડિતો ભયના માર્યા કરી રહ્યાં છે હિજરત

Social Share

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના નરસંહારના દાયકાઓ પછી પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો હોય તેમ લાગતું નથી. ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત આજે પણ ચાલુ છે. કાશ્મીરી પંડિતોની હિજરત, જે 1990 માં શરૂ થઈ હતી, તે 2022 માં પણ ચાલુ છે. તાજેતરમાં 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં જિલ્લામાં પોતાનું ગામ છોડીને જમ્મુ પહોંચ્યા હતા. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી અનેક ટાર્ગેટ કિલિંગ બાદ તેણે આ પગલું ભર્યું છે.

ચૌધરીગુંડ ગામના લોકોએ કહ્યું કે, તાજેતરના આતંકવાદી હુમલાઓએ પંડિતોમાં એક પ્રકારનો ડર પેદા કર્યો છે, જેઓ 1990ના દાયકામાં આતંકવાદના સૌથી મુશ્કેલ સમયગાળા દરમિયાન પણ કાશ્મીરમાં રહેતા હતા અને તેઓએ પોતાનું ઘર છોડ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરે કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટને શોપિયાં જિલ્લાના ચૌધરીગુંડ ગામમાં તેમના પૈતૃક ઘરની બહાર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ સિવાય 18 ઓક્ટોબરે શોપિયાંમાં પોતાના ભાડાના મકાનમાં સૂઈ રહેલા મોનિશ કુમાર અને રામ સાગરને આતંકીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં માર્યા ગયા હતા. હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરી રહેલા ચૌધરીગુંડ ગામના એક વ્યક્તિએ પીટીઆઈને કહ્યું હતું કે, “35 થી 40 કાશ્મીરી પંડિતોના દસ પરિવારો ભયના કારણે અમારા ગામમાંથી ચાલ્યા ગયા છે.” ગામ હવે ખાલી છે. અન્ય એક ગ્રામીણ વ્યક્તિએ કહ્યું કે, કાશ્મીર ખીણમાં અમારા રહેવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી.

(PHOTO-FILE)