1. Home
  2. Tag "fear"

ગરમીમાં વાહન ચાલકોમાં પેટ્રોલ ટેંક ફુલ કરાવવા અંગે ડર, શું માનવુ છે ઓઈલ કંપનીઓનું જાણો..

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળો આકરો બન્યો છે અને આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે, દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગના વાહન ચાલકો પોતાના વાહનોમાં ટેંક ફુલ કરાવતા ડરી રહ્યાં છે. મોટાભાગા વાહન ચાલકો માને છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનની પેટ્રોલ ટેંક ફુલ કરવાથી બ્લાસ્ટ થવાની શકયતા છે. જો કે, ઓઈલ કંપનીઓનું માનવું છે, ગરમીમાં […]

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય […]

કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવોને પગલે પંડિતો ભયના માર્યા કરી રહ્યાં છે હિજરત

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના નરસંહારના દાયકાઓ પછી પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો હોય તેમ લાગતું નથી. ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત આજે પણ ચાલુ છે. કાશ્મીરી પંડિતોની હિજરત, જે 1990 માં શરૂ થઈ હતી, તે 2022 માં પણ ચાલુ છે. તાજેતરમાં 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં જિલ્લામાં પોતાનું ગામ છોડીને જમ્મુ પહોંચ્યા હતા. તાજેતરમાં […]

ગુજરાતમાં ભાજપની નો- રિપીટ થિયરીને લીધે ધારાસભ્યોને ટિકિટ કપાવવાનો ડર

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા જ પક્ષાંતરની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ટિકિટ મળવાની આશાએ જોડાઈ રહ્યા છે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યામાં મોટો ઊભરો આવશે એ નક્કી છે. […]

બ્રિટેનમાં કોવિડ-19માંથી બહાર આવ્યા બાદ લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં માનસિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બ્રિટનમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. બ્રિટેનમાં હવે લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે એટલું જ નહીં કોરોનાને મહાત આપીને સાજા થયા બાદ અનેક દર્દીઓ અન્ય […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]

ઓમિક્રોનના ભય વચ્ચે ભારત સરકારે 11 દેશોને જોખમી શ્રેણીમાં મુક્યાં

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનથી દુનિયાભારમાં વધેલા ભય વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. તેમજ જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. જોખમી શ્રેણીમાં આવતા […]

ઓમિક્રોનના ભય વચ્ચે દ.આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસને લઈને BCCIના અધ્યક્ષએ આવુ કહ્યું

દિલ્હીઃ હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા વેરિએન્ટની સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા પ્રકારના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. દરમિયાન સૌરભ ગાંગુલીએ […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code