Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ અને કેટરીનાના લગ્ની અફવાઓ વચ્ચે કેટરીનાએ ચુપ્પી તોડી,કહ્યું ‘બકવાસ’  છે

Social Share

મુંબઈઃ- બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલને લઈને છેલ્લા ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે કે આ બન્ને સ્ટાર્સ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, જો કે હવે  અફવાઓમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના  અભિનેતા વિકી કૌશલ સાથે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન કરી લેશેજો કે આ બાબતને લઈને કેટરીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ લગ્ન વિશે જે પણ કહેવામાં આવી રહ્યું છે તે બિલકુલ ખોટૂ છે. તે લગ્ન કરી રહી નથી.

વાત જાણે અમ છે કે તાજેતરમાં જ વિકી કૌશલ અને કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને ઓફિસમાં સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો આવ્યા બાદ તેમના લગ્નની અફવાઓને હવા મળી ગઈ હતી.

વિકી કૌશલ અને કેટરિના કૈફે હજુ સુધી જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નથી, પરંતુ તેમના પ્રેમની ચર્ચાઓહંમેશા સમાચારોની હેડલાઈનમાં થતી રહે છે. તાજેતરમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ પણ કરી લીધી છે.

જો કે, આ સમાચાર આધારહિન હતા,કારણ કે વિકી અને કેટરિનાએ પોતે સ્પષ્ટ કર્યું હતું કે બંનેએ સગાઈ કરી જ  નથી. આટલું જ નહીં, અત્યાર સુધી બંનેએ તેમના સંબંધો વિશે કોઈ વાત  પણ જાહેરમાં કરી નથી. ગુપ્ત રીતે સગાઈની અફવાઓ પછી, હવે બંનેના ‘વેડિંગ પ્લાન’ વિશેના સમાચારો વાયુવેગ પ્રસરી રહ્યા જો કે આ વાતને  કેટરિનાએ સ્પષ્ટપણે નકારી  કાઢી છે.

બોલિવૂડ લાઈફના રિપોર્ટની જો વાત માનવામાં આવે તો જ્યારે કેટરીનાને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે એક્ટ્રેસે આ સમાચારને બકવાસ ગણાવ્યા હતા.

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે આ પ્રશ્ન તેને છેલ્લા 15 વર્ષથી ફોલો કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કેટરીનાએ કહ્યું છે કે તે પોતે નથી જાણતી કે તેના વિશે આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે અને શા માટે ફેલાવવામાં આવી રહી છે. તે વધુમાં કહે છે- જ્યારે મારા વિશે આવા સમાચાર આવે છે ત્યારે લોકો મને પૂછે છે કે તે સમાચાર સાચા છે કે ખોટા? આ વખતે પણ એવું જ છે. છેલ્લા 15 વર્ષથી મારા મનમાં એક જ પ્રશ્ન છે કે શું હું લગ્ન કરવા જઈ રહી છું.