Site icon Revoi.in

દિવાળીના પર્વ અને કપાટ બંધ થવા પર કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફુલોથી સજાવાશે -પીએમ મોદીના આગમનની તૈયારીઓ પણ શરુ

Social Share

 

દહેરાદૂનઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેદારનાથની પ્રસ્તાવિત મુલાકાત માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને મંદિરની સજાવટ અને પાયાની વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી દીધી છે. આ સાથે, ગઢવાલ મંડળ વિકાસ નિગમને હોલ્ટ્સ અને કેદારનાથ પર 40 થી વધુ વધારાના ટેન્ટ લગાવવા માટે પણ જણાવાયું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રવાસ વ્યવસ્થા સાથે સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે બેઠક કરીને કેદારનાથમાં પીએમ મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમ અંગે ચર્ચાઓ કરી. તેમણે કેદારનાથમાં વિશેઅને અતિ વિશેષ મહેમાનોની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુખ્ય વિકાસ અધિકારીને ધામમાં સુરક્ષા, આરોગ્ય, સંદેશાવ્યવહાર અને અન્ય વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બાબતે તમામ કર્મચારીઓને વીઆઇપી ડ્યુટી દરમિયાન ઓળખ કાર્ડ આપવાનું કહ્યું છે, જેથી કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય. ડીએમ એ કેદારનાથમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. જણાવ્યું હતું કે કેદારપુરીમાં સ્વચ્છતા વ્યવસ્થાને આગળ ધપાવવી જોઈએ.

જિલ્લા મેજિસ્ટ્રેટે બીએસએનએલ સહિતની ખાનગી કંપનીઓને સમગ્ર કેદારપુરીમાં વીજળી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા, ઈન્ટરનેટ અને વાઈ-ફાઈ અને એનર્જી કોર્પોરેશન, જલ સંસ્થાન અને સુલભ ઈન્ટરનેશનલમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે.

વડા પ્રધાનના કાર્યક્રમને લઈને કેદારનાથમાં હેલિપેડથી લઈને મંદિર સુધી વહીવટીતંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બેઠકમાં પોલીસ અધિક્ષક સહિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેદારનાથ મંદિરના કપાટ બંધ થવા અને દિવાળી માટે ભવ્ય રીતે શણગારવામાં આવશે. આ માટે વહીવટીતંત્ર અને દેવસ્થાનમ બોર્ડ દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરને રંગબેરંગી રોશની સાથે 10 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવશે. આ સાથે મંદિર પરિસર અને મંદિરની આસપાસ ઘીના દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે મંદિર પરિસરની મધ્યમાં ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવશે.