Site icon Revoi.in

ઘરે વેક્સિંગ કરતી વખતે ધ્યાન રાખો આ જરૂરી બાબતો, સ્કિન થઈ શકે છે ખરાબ

Social Share

ટેમ્પરેચર: વેક્સિંગ તમે ઘરે પણ કરી શકો છો, પણ આ કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીંતર સ્કિનને નુકસાન થઈ શકે છે. વધારાના વાળ દૂર કરવા માટે, લોકો શેવિંગ, હેર રિમૂવલ ક્રીમ અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એક્સપર્ટ ઘરમાં વેક્સિંગ કરતી વખતે વેક્સનું ટેમ્પરેચર બરાબર હોવું જોઈએ, નહીં તો સ્કિન બળી શકે છે.

પાતળુ પળ: વેક્સિંગ દરમિયાન અથવા પહેલાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તે વસ્તુઓ વિશે જાણવુ જોઈએ. ઘણા લોકો વેક્સિંગ કરતી વખતે પાતળું પડ લગાવે છે, જે બિલકુલ ઠીક નથી. હંમેશા જાડા સ્તર લાગુ કરવું જોઈએ.

સ્ટ્રીપ: વેક્સિંગના દર્દથી બધાને ખુબ બીક લાગે છે. ઘણી મહિલાઓ એવી છે જે વેક્સિંગના દુખાવાથી બચવા માટે સ્ટ્રીપને ખૂબ જ આરામથી ખેંચે છે. આ ભૂલ બિલકુલ ના કરવી. આના કરતાં વધારે દર્દ અનુભવી શકો છો અને આ રીતે તમારા વાળને સરખી રીતે દૂર કરી શકતા નથી. તમારે સ્ટ્રીપને ઝડપથી દૂર કરવી જોઈએ.

ઈજા: વેક્સિંગ દરમિયાન ઘણી ભૂલો થાય છે જે સ્કિનને પૂરી રીતે બગાડે છે. ઇજા વાડી જગ્યા પર ક્યારેય વેક્સ ના લગાવવું. ત્યાં વેક્સિંગની ભૂલ બિલકુલ ના કરવી. સ્ટ્રીપ ખેંચતી વખતે, તેને ઘા અથવા કટ પર ના લગાવો કેમ કે તેની ખોટી અસર થઈ શકે છે.

મોઇશ્ચરાઇઝર : શરીરમાંથી અનિચ્છનીય વાળ હટાવવા સરળ હોય છે, પણ આપણે કેટલીક ભૂલો કરીએ તો, નુકસાન ખૂબ જ મોટું થઈ શકે છે. તમે સરખી રીતે વેક્સિંગ કર્યા પછી, તેને પાણીથી ધોઈ લો અને તેના પર મોઈશ્ચરાઈઝર લગાવો.