Site icon Revoi.in

હત્યારા સાજિદે બાળકોનું લોહી પીધું, બદાયૂંમાં 2 બાળકોની હત્યામાં ખોફનાક એન્ગલ!

Social Share

બદાયૂં: ઉત્તરપ્રદેશના બદાયૂંમાંડબલ મર્ડરની ઘટના બાદ આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરવામાં આવી છે. બે બાળકોના હત્યારોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોતાના જિગરના ટુકડા ગુમાવ્યા બાદ બદહવાસ માતા સંગીતાનું કહેવું છે કે પોલીસ જલ્દી અન્ય આરોપી જાવેદનું પણ એન્કાઉન્ટર કરે. ત્યારે મને ન્યાય મળશે. 11 વર્ષ અને 9 વર્ષના બાળકોની કરપીણ હત્યા બાદ મોહલ્લામાં માતમ છે.

કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પીડિત પરિવારે આ આખા ઘટનાક્રમને ટોણા-ટોટકા સાથે જોડયો છે. તેમનો આરોપ છે કે સાજિદે હત્યા કરીને બાળકોનું લોહી પીધું. તેના મોંઢા પર માંસના લોથડા લાગેલા હતા. પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે. બાળકોના ઘરની બહાર પોલીસનો પહેરો લાગેલો છે.

મોહલ્લામાં ચર્ચા છે કે આ ડબલ મર્ડરની પાછળ ટોણાટોટકાનું ચક્કર છે. આરોપી સાજિદે એકવાર સંગીતાને કહ્યું હતું કે તેના પાંચ બાળકો જન્મ્યા બાદ મૃત્યુ પામ્યા છે. કોઈ બાળક જીવતું રહેતું નથી. હવે ફરી પત્નીને ડિલિવરી માટે જિલ્લા મહિલા હોસ્પિટલમાં ખસેડાય છે. તેના ખર્ચ માટે તેણે સંગીતા પાસેથી પાંચ હજાર રૂપિયા ઉધાર પણ લીધા. તેના પછી ધાબા પર જઈને બાળકોને મારી નાખ્યા. કેટલાક લોકો જૂની અદાવતને પણ ઘટનાનું કારણ ગણાવી રહ્યા છે. પોલીસ અત્યાર સુધીમાં આ ડબલ મર્ડર કેસનું શું કારણ છે, તેની તપાસ કરી શકી નથી.

સ્થાનિકોનો દાવો છે કે બે બાળકોની હત્યા બાદ આરોપી જાવેદ ત્યાં ઉભો રહ્યો. એક સાક્ષીએ કહ્યુ કે મંડી સમિતિ ચોકી પાસે નવી બાબા કોલોની વિકસિત થઈ છે. આ કોલોનીમાં પાણીની ટાંકી બનાવનારા ઠેકેદાર વિનોદ કુમાર પરિવાર સાથે રહે છે. તેમના ત્રણ પુત્રો છે. તેમની પત્ની બ્યૂટીપાર્લરનું કામ કરે છે. પત્ની સંગીતા મુજબ, પાડોશમાં સલૂન ચલાવનારા આરોપી સાજિદ અને જાવેદ સાંજે તેના ઘરે પહોંચ્યા. આરોપીએ પહેલા સંગીતાના ઘરે પહોંચીને 45 રૂપિયાનો સામાન ખરીદયો અને પછી પત્નીની સારવાર માટે પાંચ હજાર રૂપિયા લીધા. તે દરમિયાન સાજિદને સંગીતાએ ચ્હા પીવડાવી. આરોપી ચ્હા પીવા લાગ્યો. જ્યારે બીજો આરોપી જાવેદ બહાર બેઠો હતો. ચ્હા પીતા-પીતા સાજિદ મકાનના ત્રીજા માળે પહોંચ્યો, જ્યાં વિનોદના બે બાળકો પર ચાકૂ અને અસ્ત્રા વડે હુમલો કર્યો.

બે માસૂમ બાળકોની હત્યાની વાત જેણે પણ સાંભળી, તે બાબા કોલોની તરફ દોડી પડયા. આસપાસના પરિવારોની મહિલાઓ પણ માતા અને દાદીને સંવેદાન આપવા પહોંચી હતી. પરંતુ જ્યારે પોલીસ બંને બાળકોની લાશો ઘરની બહાર લઈ જઈ રહી હતી, ત્યારે માતા અને દાદી આક્રંદ કરતા તેની પાછળ દોડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને માર્ગમાં ઉભેલા લોકોની આંખોમાં પણ આંસુ છલકાયા હતા. ઠેકેદાર વિનોદ કુમારના ત્રણેય બાળકો સાજિદ અને જાવેદને અંકલ કહીને બોલાવતા હતા. પરિવારજનોએ ક્યારેય વિચાર્યું ન હતું કે આ બંને તેમના બાળકો સાથે આવી હરકત કરશે.