Site icon Revoi.in

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી, ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

Social Share

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને દિલ્હીના ભાગોમાં વિઝિબિલિટી 50 મીટર નોંધાઈ હતી.

ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી હતી. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે  રાજકોટ 10.4 ,સુરેન્દ્રનગર 12.7 ,અમદાવાદ 13.8 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આમ જોવા જઈયે તો લાંબા સમય બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ,  દક્ષિણ તટીય આંધ્રપ્રદેશમાં 8 જાન્યુઆરી સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ભારતના લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. રાજ્યમાં કડકડતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત વહેલી સવારે અમો મોડી સાંજ પછી ઠંડીને પગલે લોકો ઘરમાંથી બહાર જવાનું ટાળી રહ્યાં છે. જેથી માર્ગો સુમસામ જોવા મળે છે.