Site icon Revoi.in

કિચન ટિપ્સઃ કુલ્હડ પિઝા ક્યારેય ખાધા છે? જો નહી તો આજે જ ટ્રાય કરો,બનાવામાં ઈઝી અને સ્વાદમાં યમ્મી

Social Share

સાહીન મુલતાની-

 

આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે પણ કુલ્હડ પિઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે અને તેને હાથને બદલે સ્પૂનથી ખાવામાં આવે તો તો ચાલો જોઈએ એ ચમચીથી ખાવામાં આવતા કુલ્હડ પિઝાની રેસિપી

સામગ્રી ( 6 કુલ્હડ પિઝા માટે)

કુલ્હડ પિઝા બનાવવાની રીત –

સૌ પ્રથમ બ્રેડ ક્રમ્સને એક મોટા બાઉલમાં લઈલો,

હવે આજ બાઉલમાં બાફેલા મકાઈના દાણા, કેપ્સીકમ મરચા, ડુંગરી, ટામેટા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. પિત્ઝા સોસ, ટામેટા સોસ, અને છીણેલું ચીઝ એડ કરીને ચમચી વડે બરાબર મિશ્રણ મિક્સ કરીલો.

હવે 6 નંગ કુલ્હડ લો. આ તમામ કપમાં બરાબર બટર લગાવી લો.

બટર લગાવ્યા  બાદ  પહેલી રેડી કરેલા મિશ્રણને  કુલ્હડમાં ભરો. આ સ્ટફિંગને એવી રીતે ભરવું કરે જેથી કુલ્હડ ઉપરથી થોડો ખાલી રહે.

હવે આ કુલ્હડ પર ઓલિવ્સ ગોઠવી લો, અને તેના પર ચીજ છીણીને ોરેગાનો તથા લિલી ફ્લેક્સ ભભરાવી દો

હવે આ કુલ્હડને તમે ઓવનમાં મૂકીને બેક કરી શકો છો, અને જો ઓવન ન હોય તો એક કઢાઈમાં મીઠું ગરમ કરીને તેમાં 6 એ 6 કુલ્હડ રાખીને ઘીમા તાપે 8 થી 10 મિનિટ સુઘી થવાદો,

આટલી મિનિટ પછી તૈયાર છે તમારા કુલ્હડ પિત્ઝા જેને તમે ચમચી વડે ખાઈ શકો છો, ખુબ જ ચિઝી અને ટેસ્ટી હશે આ પિત્ઝા ,આજે જ ટ્રાય કરો તમારા કિચનમાં.

Exit mobile version