Site icon Revoi.in

કિચન ટિપ્સઃ મગનીદાળની ખિચડીને સ્વાદિષ્ટ બનાવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ

Social Share

ગુજરાતીોની રાઈમાં પહેલી પસંદ એટલે કે ‘ખિચડી’ આપણા ગુજરાતીઓને જો સાંજના ભોજનમાં ખિચડી ન મળે તો તેમનું ભોજન અઘુરુ લાગે, આખા ગુજરાતમાં કઢી-ખિચડીની બોલબાલા જોવા મળે છે, સામાન્ય રીતે આપણે મગની ફોતરાવાળી દાળ અને મગની છોળા વગરની પીળી દાળની ખિચડી બનાવતા હોઈ છીએ. જો કે સાઉથ ગુજરાતના કેટલાક ઘરોમાં તુવેળની દાળની ખિચડીનું ચલણ પણ છે, જો કે ખાવામાં હળવી તો મગની દાળની ખિચડી હોય છે,જેથી સાંજે આ પ્રકારની ખિચડી બનાવી તમે હળવો ખોરાક લઈ શકો છો.

આજે આપણે વાત કરીશું આપણી સાદી ખિચડીની સાદગીમાં થોડા તડકો આપવાની, તમે વિચારતા હશો કે વધારેલી ખિચડી, પણ નહી વધારેલી ખિચડીમાં સામાન્ય રીતે શાકભાજી એડ કરવામાં ાવે છે અને મસાલા પણ નાખવામાં આવે છે, પરંતું આપણે આજ સાદી ખિચડીમાં થોડો તડકો આપીને તેને સ્વાદિષ્ટ અને એકલી ખિચડી ખાઈ શકાય તે રીતે બનાવવાની ટિપ્સ જોઈશું.

જ્યારે પણ તમે મગની દાળની ખિચડી બનાવો છો, ત્યારે પહેલા 8 થી 10 લસણની કળીને છોલીને ઝીણીં ઝીણીં સમારી લો, એક નાની ડુંગળીને પણ ઝીંણી ઝીંણી મસારે લો, હવે કૂકરમાં એકથી બે ચમચી દેશી ઘી લો, તેમાં એક ચમચી ભરીને જીરુ નાખો, ત્યાર બાદ લવિંગ,મરી,તજપત્તા અને તજ એક-એક નંગ નાખીને તેમાં લસણ તથા ડુંગળી એડ કરીલો, હવે આ સંતળાય જાય ત્યાર બાદ તેમાં દાળ નાખીને ઉકળવાદો, આ પાણી ઉકળી ગયા બાદ તેમાં ચોખા એડ કરીને હરદળ તથા મીઠું સ્વાદ અને જરુર પ્રમાણે એડ કરી લેવું.હવે કુકર બંધ કરી જરુર પ્રમાણે સીટી વગાડી લો,આ ખિચડી સાદી જ છે પરતું આપણે તેમામં સ્વાદ માટે ડુંગળી,લસણ તથા લઢી લીમડો એડ કર્યો છે જેનાથી તે વઘારે સ્વાદિષ્ટ બનશે.તો આજે જ તમારા કિટનમાં સાદી તડકા વાળી ખિચડી બનાવો
કિટન ટિપ્સઃ મગનીદાળની ખિચડીને સ્વાદિષ્ટ બનાવવા માટે આ ટિપ્સ કરો