Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય અજમાના પાનના પકોડા ટ્રાય કર્યા છેૈ,જો નહી તો જોઈલો આ રીત

Social Share

 

સામાન્ય રીતે આપણે સૌ કોઈએ કાંદાના પકોડા, બટાકાના પકોડા કે વેજ પકોડા ઘણા ખાધા હશે જો કે આજે આપણે અજમાના પાનના કાંદા-બટાકા વાળા પકોડા બનાવાની સિમ્પલ રીત જોઈશું

સામગ્રી

સૌ પ્રથમ ડુંગળી અને બટાકાની છાલ કાઢી પાણી વડે ઘોઈને તેને ચીલી કટરમાં ક્રશ કરીલો, હવે આ બન્નેને હાથની હથેળીમાં બદાવીને વધારાનું પાણી કાઢીલો.

હવે અજમાના પાનને પાણી વડે બરાબર ઘોઈને કોટનના કાપડ વડે કોરો કરીલો, અને તેને જીણા જીણા સમારીલો

હવે એક બાઉલ લો તેમાં કાંદા બટાકાની છીણ નાખો, હવે તેમાં હરદળ, મીઠું, સુકા ધાણા,વરિયાણી, લીલા મરચા ,ભજીયા ખારો અને લીલા ઘાણા અને સમારેલા અજમાના પાન એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે આ મિશ્રમમાં 4 કપ બેસન એડ કરીદો, ત્યાર બાદઉપરથી એક ચમચી ગરમ તેલ એડ કરીને તેને બરાબર મિક્સ કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલ ગરમ થાય એટલે આ મિશ્રણમાંથી ગોળ ગોળ નાની નાની સાઈઢના પકોડા પાડીને બ્રાઉન થાય ત્યા સુધી તળીલો, અને પેપર પર કાઢીલો, તૈયાર છે તમારા અજમાના પાનના પકોડો