Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે આલું મેથીના ટીક્કી વડા ખાધા છે, જો નહી તો જોઈલો છાલ સાથે જ બટાકાની ટિક્કી બનાવાની રીત

Social Share

સાહિન મુલતાની-

સામગ્રી

સૌ પ્રથમ બટાકાને 3 થી 4 પાણીએ છાલની સાથે જ ઘોીલો, હવે બટાકાને છાલ સાથે જ પાતળી ચોરસ ચિપ્સ સમારીલો, હવે તેને ચારણમાં 10 મિનિટ સુધી કોરા કરીલો

હવે મેથીની ભાજીના પાન-પાન તોડીલો ભાજીને ઘોઈને કોરી કરી દો

હવે એક મોટૂં વાસણ લો તેમાં સમારેલા બટાકા અને ભાજી લઈને બેસન એડ કરીદો.

હવે તેમાં લીલા મરચા, લસણ, જીરુ ,અજમો, હરદળ અને સ્નાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરીલો ,જેથી બટાકા અને મેથી પાણી છોડશે જેનાથી મેથી બટાકા એકબીજા સાથે ચીપકતા થઈ જશે, આવું સ્ટેક્ચર રેડી કરો કે જેની ટીક્કી પાડી શકાય

હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે મેથી બટાકાનો એક નાના બોલ જેવું બનાવો અને તેને હાથની હથેળીમાં તેલ લગાવીને દબાવી દો ત્યાર બાદ એ ટિક્કીને ભર તેલમાં બન્ને બાજૂ ક્રિસ્પી બ્રાઉન થાય તે રીતે તળીલો

તૈયાર છે મેથી બટાકાની આ એક અલગ ટિક્કી જેને તમે સોસ સાથે ખાય શકો છો.