Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ચિઝ ઓનિયોન રિંગ ખાધી છે તમે, જો નહી તો આ રીતે બનાવો હવે ઘરે જ

Social Share

સાહિન મુલતાની-

ડુંગળીના અનેક જાતના પકોડા ભજીયા આપણે ખાધા છે જો કે બર્ગરકિંગ મળતી ઓનિયન રિંગ આજકાલની પેઢીને ખૂબ પસંદ હોય છે જો તમે પણ ઈચ્છો છો તે તેની રિંગ તમે તમારા ગરે જ બનાવીને બાળકોને ખવડાવો તો આ રેસિપી તમારા કામની છે.ઓનિયન રિંગ બહાર ખાવા જઈએ તો ઘણી મોંઘી પણ આવે છે જ્યારે ઘરે ઓછા ખ્રચમાંમ સ્વાદિષ્ટ બની જાય છે.

સામગ્રી

સૌ પ્રથમ બેસનનું ખીરું તૈયાર કરો,આ માટે એક બાઉલમાં બેસન લો તેમાં જરુર પ્રમાણે પાણી અને મીઠું અને જીરું  એડ કરીને 2 ચપટી જેટલો સોડાખાર એજ કરીદો ,ત્યાર બાદ તેમાં લાલ મરચું એડ કરીને બરાબર મિકસ કરો, બેસનનું ખીરું ઘટ્ટ થાય તેનું ધ્યાન રાખવું જેથી તે કાંદાની રિંગ પર ચોટી શકે.

હવે ડુંગળીને છાલ કાઢીને તેને જાડી સલાડની જેમ ગોળ ગોળ રિંગ સમારી લેવી, રિંગ સમારી લીધા બાત દરેક રિંગને અલગ અલગ કરી લેવી, ધ્યાન રાખો રિંગ એકદમ જાડી સાઈઝ 1 ઈંચ જેટલી સમારવાની છે.

હવે જે રીંગ સમારી છે તેની સાઈડ પર ચિઝથી એક લેયર તૈયાર કરીલો એટલે તે રિંગની ગોળ ફરતે ચિઝ ચોંટાડી દો.

હવે આ ચિઝથી કોર કવર કરેલી રિંગને બેસનમાં બોળીને ભરતેલમાં તળીલો.

જો કે ધ્યાન રાખવું બેસનનું ખીરું ઘટ્ટ હોવું જરુરી છે નહી તો ચિઝ બહાર આવી જશે.

હવે રિંગને બન્ને બાજુ બ્રાઉન થાય ત્યા સુધી તળી લો તૈયાર છે ચિઝ ઓનિયન રિંગ

 

Exit mobile version