Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમને મગ નથી ભાવતા તો હવે આ સ્ટાઈલમાં બનાવો કોરા મગ, ડુંગળી કે ટામેટાની પણ નહી પડે જરુર

Social Share

મગ આમ તો હેલ્થ માટે ખૂબ સારા ગણાય છે પરંતુ ઘણા લોકોને મગ ભાવતા હોતા નથી,જો કે આજે કોરો મગ બનાવાની રેસિપી જોઈશું જે ખાવામાં એટલા સ્વાદિષ્ટ બને છે કે બાળકો પમ હોંશે હોંશે મગ ખાતા થી જાય છે. આ માટે પહેલા સવારે તમારે મગને પાણીમાં પલાળી રાખવાના હોય છે, જો સાંજે મગ બનાવા હોય તો સવારે પલાળી દો અને સવારે બનાવા હોય તો રાત્રે પલાળવા રાખીદો.

સામગ્રી 

રીત – સૌ પ્રથમ કુકરમાં મગ નાખીને મગની ઉપર આવે એટલું પાણી નાખીદો,તેમાં હરદળ અને મીઠું પણ એડ કરીદો, ત્યાર બાદ 3 થી 4 સિટી નાખીદો,મગ એકદમ છૂટ્ટા રહે તે રીતે બાફીલો.

એક કઢાઈમાં તેલ ગરમ થવા દો હવે તેમાં રાય ફોડીલો, રાય થાય એટલે તેમાં જીરુ નાખીદો અને આદુ લસણની પેસ્ટ નાખીને 2 ચમચી જેટલું પાણી નાખી બરાબર પેસ્ટને સાંતળી લો

હવે તેમાં મીઠું ,હળદર અને લાલ મરચું  નાખીને બરાબર મિક્સ કરીલો હવે તેમાં મગ એડ કરીને તવીથા વે બરાબર ફેરવીલો

ત્યાર બાદ તેમાં ઉપરછી ઘાણાજીરુ પાવડર અને લીલા ધણા નાખીને બરાબર મિક્સ કરીલો