Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સાંજે લાઈટ હળવું ખાવું હોય તો બનાવો ખિચડી સાથે આ કાચી કઢી

Social Share

સાહીન મુલતાનીઃ-

સામાન્ય રીતે દહીંની તિખારી ઓપણે સો કોઈએ ખાઘી હશે આજે આપણ ેબનાવીશું દહીંની કાચી કઢી આમ તો આ પમ એક જાતની તિખારી જ કહેવાય છે જો કે આ કઢી લીલા મરચામાં બને છે જ્યારે તિખારી લાલ મરચામાં બસ તફાવત આટલો છે, પરંતુ આ કાચી કઢઈ તમે ઈન્સટન્ટ બનાનવી શકો છો.

સામગ્રી

સૌ પ્રથમ એક વાસણમાં દહી લઈલો તેમાં મીઠું નાખીને દહીને બરાબર મિક્સ કરીલો,

હવે એક વાસણમાં વઘાર ગરમ કરવા રાખો,એક વાસમ ગેસ પર રાખી તેમાં તેલ નાખો

તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડી લો, રાય થાય એટલે તેમાં જીરું અને મેથી તથા લીમડાના પાન એડ કરીલો

હવે જીરુ લાલ થાય એટલે તેમાં લસણ અને લીલા મરચા નાખીને 1 મિનિટ સુધી થવાદો.
હવે જ્યારે મરચા અને લસણ બ્રાઉન થવા આવે એટલે ગેસ બંધી કરીને તેમાં હરદળ મિક્સ કરો,

હવે આ વઘારમાં મીઠા વાળું દહીં એડ કરીદો, અને ખાલી દહીં ગરમ થાય એટલું જ ગરમ કરી ગેસ પરથી વાસણ ઉતારી લો,

હવે તેમાં ઉપરથી લીલા ઘણા સમારીને એડ કરો તૈયાર છે તમારી દહીંની કાચી કઢી જેને તમે મગદાળની ખિચડી સાથે ગરમા ગરમ ખાઈ શકો છો.