Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ગરમા ગરમ ‘ખીચું’ બનાવું હોય તો હવે જોઈલો આ સરળ રીત

Social Share

શિયાળાની સાંજે ગરમાગરમ નાસ્તો ણળી જાય તો મજા પડી જાય છે, ખાસ કરીને ગુજરાતીઓને ખીચું એટલે કે પાપડીનો લોટ કે પછી ચોખાનો લોટ ખૂબ ભાવતો હોય છે, ખીચું ખૂબ જ ઈઝી રીતે બની જાય છે જો કે કેટલાક લોકોની ફરીયાદ હોય છે કે ખીચું બો નરમ થી જાય છે અથવા તો બાવતા વાર લાગે છ, આમતો ઘણી બઘી રીતે ા ખીચુ બનાવી શકાય છે પરંતુ આજે આપણે એવી સરળ રીત જોઈશું કે જે ઢોકળાની જેમ બાફીને બનાવી શકાય છે.

ખીચું બનાવા માટેની સામગ્રી

સૌ પ્રથમ એક માટો વાસણમાં ચોખાનો લોટ બરાબર ચાળી લો.

હવે એક તપેલીમાં 3 વાટકા પાણી લો, જે વાટકો ભરીને લોટ લીધો હોય તેજ વાટકો પાણીનો માપ રાખવો

હવે આ તપેલીને ગેસ પર ગરમ કરવા રાખો, પાણી ઉકળે એટલે તેમાં અજમો, જીરું અને મીઠૂં નાખી દો, હવે 3 મિનિટ સુધી પાણી ઉકળવા દો

હવે 3 મિનિટ બાદ આ પાણીમાં તલ, પાપડી ખારો નાખીને ફરી 2 મિનિટ પાણી ઉકાળીને ગેસ બંધ કરીદો

હવે જે વાસણમાં ચોખાનો લોટ લીધો છે તેમાં આ ઉકાળેલું મસાલા વાળું પાણી ઘીરે ઘીરે રેડતા જાવ અને તવીથા વડે મિક્સ કરતા જાવ, આમ બધુ જ પાણી પાપડીના લોટમાં મિક્સ કરીને બરાબર લોટ પાણી મિક્સ કરીલો ,ગાઠ ન પડે તેનું ધ્યાન રાખવું.બરાબર લોટ કસણી લો,

હવે ઠોકરીયામાં પા4ણી ગરમ કરવા રાખો, ત્યાર બાદ આ કસણેલો ચોખાનો લોટ ઢોકળીની ડિશમાં તેલ લગાવીને ઢોકળાની જેમ પાથરીલો,

હવે 10 થી 12 મિનિટ તેને ગેસ પર થવાદો. તૈયાર છે તમારું ગરમા ગરમ ખીચું, આના તમે ચોરસ ચોસલા પણ પાડી શકો છો અને ખીચાની જેમ વાટચકીમાં પણ લઈ શકો છો.ખાતા વખતે તેમાં શીગં તેલ અને અથાણાનો મસાલો એડ કરી શકો છો.