Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-લસણનો ઠેસો બનાવો હોય તો જોઈલો તેનો માપ અને સરળ રીત

Social Share

 

ખૂબ જ ચટપટૂં અને ટેસ્ટિ ખાવાનું કોને ભાવતું નથી, સૌ કોઈને આ પ્રકારનું ભોજન પ્રિય હોય છે, જો કે ઘણી વખતે કિચનમાં કંઈ ન હોય અને ભૂખ બહુજ લાગી હોય ત્યારે આપણે કિચનમાં સૌ પ્રથમ ફ્રિજમાં શોઘખોળ કરતા હોઈએ છીએ, કે કંઈક મળી જાય અને આપણી ભૂખ મટી જાય ,આજે આપણે ઈન્સ્ટન્ટ ભૂખ માટે એક સરસમજાની લસણનો ઠેસો બનાવીને સ્ટોર કરવાની રીત જોઈશું.

આ લસણનો ઠેસો ખૂબ જ ટેસ્ટિ અને ફ્રિજમાં સંગ્રહ પણ કરી શકો છો, અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તેને બ્રેડ સાથે ખાઈ શકો છો, જો તમને બ્રેડ નથી પસંદ તો રોટલી ખીચડી સાથે આ ચટણીનો સ્વાબ બેગણો થઈ જાય છે અને હા આ ચટણી તમે તમારા રોજીંદા બનાવવામાં આવતા શાકમાં પમ ઉપયોગમાં લઈ શકો છો.તો ચાલો જોઈએ કઈ રીતે આ ચટણીને વધુ ટેસ્ટિ બનાવી શકાય

સામગ્રીઃ- લસણ, મીઠું, જીરું, લીલા મરચા, લીલા ધાણા,10 થી 12 નંગ ફૂદીનાના પાન, લાલ મરચું, તેલ અને હરદળ

250 ગ્રામ છોલેલા લસણનો માપ

સૌ પ્રથમ 250 ગ્રામ છોલેલું લસણ બરાબર ઘોઈલો,, તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, તેલ, 2 ચપટી હરદળ, 6 નંગ લીલા મરચા, 100 ગ્રામ લીલા ઘણા, 2 મોટી ચમચી ભરીને જીરું,ફૂદીનાના પાન, 100 ગ્રામ જેટલું લાલ મરચાનો પાવડર લઈલો, હવે બધાને એક ખંડણીમાં તેલ નાખતા જાવ અને ખાંડતા જાવ ,જો તમને હાથથી ચટણી નછી વાટવી તો તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો.
ફૂદીનાના કારણે ચટણી લોંગ ટાઈમ સુધી ફ્રિજમાં રહેશે તો પણ બગડશે નહી અને સરસ સ્મેલ પણ આવશે, આ સાથે લસણ નવાસી થાય તો ગેસ બને છે જો કે ફૂદીનો ગેસને કાપે છે,જેથી ફૂદીનો ચોક્કસ લેવો, આ ચટણી તમે ફ્રિજમાં સ્ટોર 1 મહિના સુધી એર ટાઈટ કાચની બરણીમાં કરી શકો છો, અને તાજી તાજી બનાવીને પણ ખાઈ શકો છો