Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વટાણા નહી પરંતુ ચણાનો પણ બને છે રગડો, જાણીલો ટેસ્ટી ચણા રગડો બનાવાની સહેલી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

દિવસ હવે લાંબો થઈ ચૂકયો છે સાંજ પડતાની સાથે ભૂખ પણ ખૂબ લાગે છે અને આવી સ્થિતિમાં સ્વાભવિક વાત છે કે ગરમાગરમ વાનગીઓ ખાવાનું મન થાય છે, એ પણ બનાવવાનો કંટાળો આવે છે એટલે આપણે ઈઝિ રીત જોઈએ છે કે જે જલ્દી બનાવી શકાય ,તો ચાલો આજે જોઈએ ચણાનો ગરમા ગરમ રગડો બનાવવાની રીત,જે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જશે અને સ્વાદમાં પણ ટેસ્ટિ લાગશે.

ચણાનો રગડો બનાવવા માટેની સામગ્રી

ચણા – 2 કપ
ચણાનો લોટ – 4 ચમચી
આદુ-મરચા લસણની પેસ્ટ- 3 ચમચી
સ્વાદ પ્રમાણે – મીઠુ
જરુર પ્રમાણે – હળદર
અડધી ચમચી – રાય
અજધી ચમચી – જીરુ
જરુર પ્રમાણે – પાણી
જરુર પ્રમાણે – તેલ
કઢી લીમડાના 10 થી 12 નંગ પાન

રગડો બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાને બાફીને તેમાંથી પાણી નીતારીલો, હવે એક કઢાઈલો, તેમાં તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે રાય ફોટો, ત્યાર બાદ જીરુ અને કઢીલીમડો તથા આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરીદો, હવે તેમાં મીઠું અને હળદર મિક્સ કરીલો, હવે આ મસાલાને બરાબર સાંતળવા દો.

મસાલો સંતળાઈ ગયા બાદ તેમાં બેસન નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં બાફેલા ચણા પમ એડ કરીલો, હવે ચમચા વડે બેસન અને ચણાને બરાબર મિક્સ કરતા રહો અને જરુર પ્રમાણે ઘીરે ઘીરે પાણઈ એડ કરતા રહો, પાણી એટલું એડ કરવું કે બેસનની ઘટ્ટ ગ્રેવી બને, ત્યાર બાદ આ રગડાને 10 મિનિટ સપુધી ઉકળવાદો. હવે ગેસ બંધકરીલો, તૈયાર છે તમારો ગરમા ગરમ ચણાનો રગડો.

રગડામાં નાખવાની સામગ્રી

-ગોળ-આમલીનું પાણી
-લસણ- લાલ મચરાની પાતળી ચટણી
-જીણી સમારેલી ડુંગળી
-લીલા ઘણા

હવે એક બાઉલ લો, તેમાં ચણાનો રગડો લો, હવે તેના પર 2 ચમચી ગોળ આમલીનું પાણી નાખો, ત્યાર બાદ તીખાશ પ્રમાણે ચટણી એડ કરો અને ડુંગળી એડ કરો, હવે રગડો બનીને તૈયાર છે,ગરમાગરમ સર્વ કરી શકો છો.