Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બહાર જેવા જ પાતરા ઘરે જ બનાવા હોય તો જોઈલો આ પરફેક્ટ રીત

Social Share

સાહીન મુલતાની

સામગ્રી

પાતરાનો મસાલો બનાવાની રીત – સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસન લઈલો , હવે આ બેસનમાં ગોળ આમલીનું પાણી એડ કરીને તેને બરાબર ચમચા વડે હલાવતા રહેવું, બેસનના ગાંગડા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું અને જો પાણી ઓછું લાગે તો તમારી રીતે સાદુ પાણી ઉમેરી શકો છો. હવે આ બેસનના મસાલામાં તલ,જીરુ,અજમો, લીલાધણા, સુકા ધાણા, વરીયાળી,હરદળ, મીઠૂં, લાલ મરચું, આદુ-લસણ અને મરચાની પેસ્ટ, ગરમ મસાલો, હિંગ અને ખાવાનો સોડા નાખીને બરાબર મિક્સ કરીલો, આ બેસનનો મસાલો ઘાટ્ટો તૈયાર કરવો જેથી કરીને પાતરા પર બરાબર લગાડી શકાય।…..આ મસાલો તૈયાર કર્યા બાદ તપેલી પર ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સપુધી રહેવા દો, આમ કરવાથી બેસનમાં બરાબર મસાલો મિક્સ થશે અને ગાઠા નહી પડે, હવે આટલી મિનિટ ગઈ ગયા બાદ હાથ વડે આ માસાલાને બરાબર ફરીથી મિક્સ કરો અને ગાઠા પડ્યા હોય તો તે મિક્સ કરવાથી છૂટા પડી જશે,,,,,આમ બેસનનું એક જાડુ ખીરુ તૈયાર થશે…

પાતરા ભરવાની રીત– સૌ પ્રથમ ચાર પાતરા લો, તેમાંથી સૌથી મોટૂ પાતરું પહેલા લો, હવે તેને ઊંધુ કરીને તેના પર બેસનનો મસાલો બરાબર ચોપડો, આખું પાતરું બેસનના મસાલાથી ભરાયેલું હોવું જોઈએ, હવે તેના પર બીજુ  પાતરું ગોઠવી તેના પર પણ આજ રીતે મસાલો અપ્લાય કરો આ રીતે ચારે ચાર પાતરા પર મસાલો ભરીલો , હવે ઉપરની સાઈડથી ઘીમે ઘીમે ફિટ રોલ વાળી લો,આજુ-બાજુનો નિકળી ગયેલો ભાગ પોકેટની જેમ અંદર તરફ વાળી લો…..આજ રિતે બાકીના બચેલા 8 નંગ પાતરામાંથી 4-4 પાતરાના બીજા બે રોલ તૈયાર કરીલો…..

પાતરા બાફવાની રીત– હવે ઢોકળીયામાં પહેલા પાણી બરાબર ગરમ થવા દો. પાણી ગરમ થયા બાદ જાળી વાળી પ્લેટ પર તેલ બરાબર લગાવી લો અને આ પ્લેટ પર પાતરાના રોલ મુકીને ઢાંકણ ઢાકીલો, હવે ગેસ પર તેને  20 થી 30 મિનિટ સુધી બાફી લો, તૈયાર છે પાતરાના રોલ.

પાતરાના ભજીયાને વઘારવાની રીત- હવે આ રોલને ગોળ-ગોળ કાપીને પાતરાના ભજીયા તૈયાર કરીલો,  હવે એક કઢાઈમાં તેલ થવા દો,તેલ થાય એટલે તેમાં રાય ફોડીલો, હવે તેમાં કાપેલા પાતરા નાખીને તલ અને લીલવા ધાણા નખઈ દો,તમારા ટેસ્ટ પ્રમાણે કડક કે નરમ તળીલો, ધ્યાન રાખો જો પાતરા ક્રિસ્પી કરાવ હોય તો વધુ તેલ નાંખવું અને નરમ કરવા હોય તો માત્ર 2 ચમચી તેલ નાખવાથી થઈ જશે.

Exit mobile version