Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો આ રીતે ગરમા ગરમ ઈડલીનો વેજીસથી ભરપુર સંભાર

Social Share

દરેક ગૃહિણીઓ પોતાના કિટચનમાં અવનવી વાનગીઓ બનાવતી હોય છે,રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે બનાવતા હોઈએ છીએ જો કે ઘણી વખત જે વાનગી જ્યાની પ્રસિદ્ધ હોય છે તેના જેવો સ્વાદ નથી આવતો. આવી જ એક વાનગી છે સાઉથઈન્ડિન ડિશ, જેમાં ખાસ કરીને ઈડલી કે ઢોસાનો સાંભર, જેનો બહાર લારી પર મળતો સ્વાદ ખૂબજ ટેસ્ટી હોય છે, તો આપણે પણ આજે જોઈશું એવી ટિપ્સ કે જેના થકી તમે સાંભર ખૂબ જદ સ્વાદિષ્ટ બનાવી શકો.

ઈડલી કે ઢોસામાં ખવાતો સંભાર ઘરે પમ આપણે ખૂબ જ ટેસ્ટી બનાવી શકીએ છીએ બસ એના માટે તમારે થોડું ખાસ ધ્યાન આપવું પડશે,તો ચાલો જોઈએ બહાર જેવા રેસ્ટોરન્ટ સ્ટાઈલનો સાંભર બનાવવાની પરફએક્ટ રીત

સામગ્રી

શાકભાજીમાં આટલી વસ્તુનો ઉપયોગ કરવો

વઘાર કરવા માટેઃ– તેલ, રાય, જીરુ, હિંગ,કઢી લીમડો,મેથીના દાણા,સુકા લાલ મરચા

સાંભર બનાવવાની રિતઃ-   સૌ પ્રથમ તુવેરની દાળને બરાબર પાણી વડે ઘોઈલો, હવે આ દાળને એક કુકરમાં લઈલો તેમાં જરુર પ્રમાણે પાણી મીઠું હરદળ, લાલ મરચું એડ કરીલો, હવે  તેમાં દરેક શાકભાજી એડ કરીલો, હવે કુકરને બંધ કરીને 3 થી 4 સીટી લગાવી લો, દાળ અને વેજીસ એક રસ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું

હવે જ્યારે દાળ અને વેજીસ બફાય જાય એટલે તેમાં બ્લેન્ડર ફેરવી દો, હવે એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાય ફોડી લો, ત્યાર બાદ જીરુ એડ કરો, હવે તેમાં હિંગ,મેથીના દાણા અને કઢી લીમડો એડ કરીલો અને બાફેલી દાળ એડ કરીલો, આ રીતે વઘાર કર્યા બાદ દાળને 5 થી 8 મિનિટ ઉકાળીલો, ત્યાર બાદ તેમાં સાંભર મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરો અને જે સરગવાની સિંગ અલગથી બાફીને રાખઈ હતી તે પણ એડ કરીલો, હવે ફરી 2 થી 4 મિનિટ સાંભને ઉકાળી લો, તૈય.ાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલનો ગરમાગરમ સાંભર…..

નોંધઃ- સરગવાની સિંગને અલગથી જ બાફવી, જેથી કરીને સંભારમાં તે આખી દેખાઈ શકે અને ખાઈ શકાય, આ સાથે જ શાકભાજી દરેક જીણા ટૂકડા કરીને દાળમાં નાખવા જેથી બરાબર દાળ સાથે ભળી જાય.

 

Exit mobile version