Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો લીલી તુવેરની સૂપ વાળી ઢોકળી, ખાવામાં ટસ્વાદિષ્ટ બનાવામાં પણ ઈઝી

Social Share

સાહિન મુલતાનીઃ-

શિયાળામાં લીલી તુવેર ખૂબ જ આવે છે, તુવેર પ્રોટિનથી ભરપુર હોય છે જેને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે,જો કે તુવેરમાંથી ખિચ઼ીડી ,ઢોકળી કચોરી જેવી અનેક વાનગીઓ બનાવામાં આવે છે ત્યારે આજે આપણ ેલીલી તુવેરની સૂપ વાળી ઢોકળી બનાવાની રીત જોઈશું જે ખાવામાં સ્વાદિષ્ટ હશે.

સામગ્રી

10 રોટલી બને તેટલો ઘંઉનો લોટ, તેમાં મીઠું ,અજમો, હરદળ ,લીલી મેથીની ભાજી અને તેલ નાખીને મલાસા વાળો બોંધી લેવો .

રીતઃ- સૌ પ્રથમ એક તપેલીમાં તેલ લઈને તેમાં રાય ફોડીને જીરું નાખી દો હવે તેમાં લીલા મરચાની પેસ્ટ અને આદુલસણ વાટેલું નાખીને ટામેટા નાખીદો,હવે આ મલાસો 2 મિનિટ સુધી સાંતળીલો

હવે તેમાં તુવેરના દાણા, મીઠું, હરદળ નાખીને ફરી 2 મિનિટ થવાદો.હવે તેમાં 3 થઈ 4 ગ્લાસ પાણી નાખીદો અને તેને 10 મિનિચ ખુલ્લા કુકરમાંજ ઉકળવા દો

હવે જ્યારે દાણા ઉકળવા લાગે એટલે તલોટમાંથી રોટલી વણીને તેના ચોરસ નાના નાના ટૂકડાઓ કરીને દાણા માં નાખીદો 10 જેટલી રોટલી નખાય જાય એટલે કુકર બંધ કરીને 2 થી 4 સીટી વગાડી લો,

હવે કુકતર ખોલીને જોઈલો કે ઢોકળી અને દાણા ચઢી ગયા છે જો હા તો તેમાં લીલા ઘાણા નાખીને સર્વ કરો.

Exit mobile version