Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે જન્માષ્ટમીના પર્વ બનાવો બિસ્કિટ કેક, કોઈ પણ મહેનત નહી અને માત્ર 3 જ સામગ્રીની પડશે જરુર

Social Share

સાહિન મુલતાનીઃ-

આવતી કાલે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે સ્વ્ટ તો દરેકના ઘરમાં આવતું હશે આજે એક એવું સ્વિટ બનાવીશું જેમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરુર પડશે અને તરત બની પણ જશે તો ચાલો જાણીએ આ સ્વટ બનાવાની રીત વિશે

સામગ્રી

સૌ પ્રથમ એક બટર પેપર લો તેને એક ટ્રેમાં કે ડિશમાં રાખી તેને બટરથી ગ્રીસ કરીલો

હવે એક બાઉલમાં દૂધ લો.

હવે ક્રેકજેક બિસ્કિટ એક એક કરીને દૂઘમાં પલાળીને તેને બટર પેપેર પર રાખો  5 બિસ્કિટ આડી લાઈનમાં રાખો 5 બિસ્કિટ ઊભી લાઈનમાં રાખો, આ રીતે એક લેયર તૈયાર થશે હવે આ લેયર પર મેલ્ટ કરેલી ડેરિમિલ્ક સ્પ્રેડ કરીલો

ત્યાર બાદ ફરી બિસ્કિટને મિલ્કમાં ડુબોળીને આ રીતે બીજુ લેયર તૈયાર કરો અને તેમા પણ ડેરિમિલ્ક લગાવો

આમ બઘી બિસ્કિટ પુરી થી જાય તેટલા લેયર તૈયાર કરીલો

લાસ્ટમાં છેલ્લા લેયર પર ડેરિમિલ્ક લગાવી દો અને તેના પર કોપરાની છીણી ભભરાવી દો ત્યાર બાદ જેમ્સ ગોઠવીને ડેકોરેશન કરીલો

હવે આ કેકને ફ્રીજમાં 10 મિનિટ માટે રાખી દો તૈયાર છે ક્રેકજેક  કેક હવે તમે તેને ખાય શકો છો.

Exit mobile version