Site icon Revoi.in

કિચન ટિપ્સ – હવે શિયાળાની ઠંડીમાં બનાવો પોટેટો બાર્બીકયું, ગ્રીન ચટણીથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી

Social Share

સાહિન મુલતાની 

શિયાળો આવી ગયો છે સૌ કોઇને અવનવી ગરમાગરમ વાનગીઓ ખાવાનું મન થતું હશે સાથે જ હેલ્થનું પણ ધ્યાન રાખવું જરુરી છે આવી સ્થિતમાં જો તેલ મસાલા વગરનું છત્તા ટેસ્ટિ હેલ્ધી ખાવાનું મળી જાય તો કેવી મજા પડી જાય,તો આજે બટાકાને કઈ રીતે રોસ્ટેડ અને ટેસ્ટી બનાવી શકાય તેની રેસિપી જોઈશું

ચટણી બનાવા માટેની સમાગ્રી

 

આ રીતે બનાવો ચટણીઃ- મિક્સરની એક જાર લો, તેમાં ઉપર જણાવેલી દરેક સામગ્રી મિક્સરમાં જીણી ક્રશ કરીલો ત્યાર બાદ તેમાં એક ચમચી કાચૂ ખાવાનું તેલ એડ કરીલો, તૈયાર છે મસાલેદાર ગ્રીન ચટણી

રોસ્ટેટ બટાકા બનાવાની રીત

સૌ પ્રથમ કોસલાને સગળીમાં લગાવો હવે કોલસા આગ વાળા બરાબર લાલ થાય તેની રાહ જૂઓ

હવે બટાકાને પાણીમાં છાલ સાથે જ બરાબર ઘોઈલો,

હવે ચપ્પુ વડે બટાકાની અંદર કાપા પાડી દો, બટાકાને આખા જ રાખીને અંદર ખાલી ચપ્પુના માર મારી લેવા એટલે બટાકા કાચા નરહો

હવે આ બટાકાને કોલસા પર રાખીને 20 થી 25 મિનિટ સુધી થવાદો.આ દરમિયાન 4 4 મિનિટના અંતરે બટાકાને બધી બાજૂ ફેરવતા રહેવપં

હવે બટાકાને ઉતારીને તેની છાલ કાઢીલો,

આ શેકેલા બટકાના ચાર ટૂકડા કરીને તેના પર ચાટ મસાલો સ્પ્રિકંલ કરીલો

તેને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટિ અને હેલ્ધી હશે અને ચાટ જેવો સ્વાદ લાગશે,

જો તમને આલૂ ચાટ ખાવો હોય તો તમે ઈચ્છો તો તેના પર બેસનની જીણી સેવ અને દહી તથા ગોળ આમલીની ચટણી પણ એડ કરીને ચોટ બનાવી શકો છો.

Exit mobile version