Site icon Revoi.in

કિચન ટિપ્સ- તમારા બાળકો માટે બનાવો નાસ્તામાં કેળા અને ઘઉંના લોટના આ પૂડલા

Social Share

સાહિન મુલતાનીઃ

આમ તો આપણે પૂડલા ઘણા પ્રકારના બનાવતા હોઈએ છીએ જો તે આજે આપણે પાકા કેળાના સરસ મજાના પૂડલા બનાવવાની રીત જોઈશું, આ પૂડલા ખાવામાં સરસ હોય છે જલ્દી બની પણ જાય છે અને તે હેલ્દી પણ હોય છે

સૌ પ્રથમ કેળાને મિક્સમાં ક્રશ કરીલો

 હવે એક બાઉલમાં ઘઉનો અને મેંદાનો લોટ લઈને તેમાં ક્રશ કરેલા કેળા એડ કરીદો, તેમાં દળેલી ખઆડં પણ હવે એડ કરીલો

 હવે દુઘને નવશેકુ ગરમ કરીને તેમાં નાખીદો, ત્યાર બાદ તેમાં એલચીનો પાવર પણ એડ કરીને પુડલા પડી શકે તે રીતે ખીરુ તૈયાર કરીલો જો દૂધ ઓછુ જણાય તો પાણી નાખવું. ત્યાર બાદ તેમાં 2 ચમચી ઘી નાખીને બરાબર મિક્સ કરી લેવું

હવે નોન્સ્ટિક પેન ગરમ કરી ને તેમાં ઘી સ્પેરડ કરો હવે આ બેટરમાંથી એક સરખા નાની નાની સાઈઝના થોડા જાડા એવા પૂડલા પાડીને બન્ને સાઈડ પાકી જાય તે રીતે તળીલો, તૈયાર છે કેળાના પુડલા