સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે વરસાદ પડે એટલે સૌ કોઈ ભજીયા અને દાળ વળાની ઘરમાં ડિમાન્ડ કરે, દાળવડા અને ભજીયા સૌ કોઈના ફેવરિટ હોય છે એમા પ ણજો બહાર વરસાદ વરસતો હોય અને ભજીયા મળી જાય તો તો મજા જ મજા, તો આજે બનાવીશુ લીલામગના દાળવડા, હવે તમે વિચારતા હશે ગ્રીન વડા, તો હા આ કોઈ કલરનાખીને નથી બનાવાના પણ મગને પલાળીને આ વડા બનાવવામાં આવે છે
સામગ્રી
- 4 કપ -મગ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 4 ચમચી – લીલા મરચા વાટેલા
- 2 ચમચી – લસણ વાટેલું
- 5 ચમચી – લીલા ઘાણા
- અડધી ચમચી – જીરું
- 2 કપ – કાંદા જીણા સમારેલા
- 1 કપ – લીલા કાંદા જીણા સમારેલા
- 1 ચમચી – વાટેલો ગરમ મસાલો
મગના ભજીયા બનાવવાની રીત –
- સૌ પ્રથમ મગને આખી રાત પાણીમાં પલાળી દો ત્યાર બાદ સવારે તેને પાણીમાંથી બહાર કાઢીલો અને મિક્સરમાં અઘકચરા ક્રશ કરીલો
- હવે આ વાટેલા મગના મિશ્રણમાં મીઠૂં, જીરુ, લીલા કાંદા, સુકા કાંદા,લીલા ઘાણા, લીલા મરચા,લસણ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો તેલ ગરમ થયા બાદ નાના નાના ભજીયાના શેપમાં તેને તળીલો
- ઘ્યાન રાખો ગેસની ફ્લેમ ઘીમી રાખવી અને બન્ને બાજુ બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળવા
- તૈયાર છે લીલા મગના ભજીયા જેને તળેલા મરચા સાથે સોસ સાથે સર્વ કરી શકો છો.