Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો લીલા કોપરાની આ ન ખાધી હોય તેવી ગરમા ગરમ ટેસ્ટી કઢી

Social Share

સાહિન મુલતાનીઃ-

છાસની કઢી વિશે તો આપણે સૌ કોઈએ સાંભ્યું હશે, પરંતુ શું કોપરાની કઢી ક્યારેય ખાધી છે જો નહી તો આજે આપણે જોઈશું લીલા કોપરાની સ્વાદિષ્ટ કઢી,જેને તમે રાઈસ સાથે, રોટલી સાથે કે પછી સુપરની જેમ પણ ખાઈ પી શકો છો.

લીલા કોપરાની કઢી ઓછી સામગ્રી અને ઓછી મહેનતમાં બને છે, આ કઢીનો સાઉથ ગુજરાતમાં બાફેલા નૂડલ્સ સાથે ખાવામાં ઉપયોગ કરાય છે, સુરત શહેરમાં ઠેર ઠેર ખાઉસા મળતા હોય છે, ખાુસા એક પ્રકારના નુડલ્સ છે,જેને ખાલી બાફી લેવામાં આવે છે, આ બાફેલા ખાવસાની ઉપર કોપરાઢી કઢી નાખીને ખાવામાં આવે છે, તો આજે આપણે આ કોપરાની કઢી બનાવતા શીખીશું.

સામગ્રી

કોપરાની કઢી બનાવાની રીત

સૌ પ્રથમ પોરરાની જે કોફી કલરની છાલ આવે તેને કાઢીલો, હવે કોપરું એકદમ સફેદ થી જશે, તેને મિક્સરમાં ક્રશ કરીલો, ક્રશ કરતી વખતે પાણી એડ કરતા રહેવું, હવે આ એક કોપરાની પેસ્ટમાં અડધો લીટર જેટલું પાણી લઈ લેવું,હવે આ સ્લરીમાં 2 ચમચી બેસન એડ કરીને બરાબર મિક્સ કરી લોવું

નોંધઃ- કોપરાના ગાંગળા રહી ગયા હોય તો તેને કાઢી લેવા, કોપરું એટલું જીણું દળવું કે મોઠામાં ન આવે.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો,તેમાં જીરું લાલ કરો, હવે તેમાં કઠી પત્તો એડ કરો, ત્યાર બાદ તેમાં લીલો મચાલો, હળદર અને મીટું નાખીદો, હવે આ મસાલો સંતળાઈ જાય એટલે તેમાં કોપરાની પેસ્ટ વાળી જે પહેલાથી ગ્રેવી રેડી કરી હતી તે નાખી દો,હવે આ કઢીને ઘીમા તાપે 10 થી 12 નિમિટ સુધી ઉકાળઈ, બેસનના ગાંગળા ન રડે તે પણ ધ્યાન રાખવું, તૈયાર છે લીલા કોપરાની સ્વાદિષ્ય કઢી.આ તમે રાઈસ અને રોટલી સાથે સર્વ કરી શકો છો.

જ્યારે તને ગળું બળતરું હોય ,નાક ગરતું હોય અને ભયંકર શરદી થી હોય ત્યારે આ કઢી પીવાથી ખૂબ રાહત મળે છે, અને જ્યારે બીમાર પડ્યા હોય ત્યારે કંઈજ ન ભાવતું હોય ત્યારે આ કઢી તમે પી શકો છો,તેનાથી તમારા મોઢાનો સ્વાદ સુધરે છે.