Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે નાસ્તામાં બનાવો આ ટેસ્ટી અને ક્રિસ્પી પોકેટ, જે બને છે દાળમાંથી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે ચીઝ પોકેટ, ચાઈનિઝ પોકેટ ખાધા હશે, આ વાત થી ભારતીય ફૂડની બહારની પમ જો તમે આ પોકેટમાં ઈન્ડિયન સ્ટફઇંગ ફિલિંગ કરો તો તેનો સ્વાદ બમણો થી જાય છે,તો આજે ચણાની દાળના પોકેટની વાત કરીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બહારથી ક્રિસ્પી પણ હશે.

સામગ્રી પડ બનાવા માટેની

પડ બનાવાની રીત– મેંદો, મીઠું અને પાણીઃ- 250 ગ્રામ જેટલા મેંદામાં મીઠું નાખીને પાણી વડે કઠણ લોટ બાંધી લેવો, ત્યાર બાદ તેના નાના નાના લૂઆ કરીને પાતળી ગોળ મોટી રોટલી વણી લેવી ,હવે આ રોટલીને અધકચરી શેકી લેવી. રોલના પડ તૈયાર છે

સામગ્રી સ્ટફિંગ માટેની

રોલ બનાવાની રીત

સૌ પ્રથમ ચણાની દાળને કુકરમાં 2 થી 3 સિટી વાગે ત્યા સુધી બાફઈલો, ધ્યાન રાખવું દાળને છૂટ્ટી રહે તે રીતે બાફવાની છે,બફાય ગયા બાદ દાળને એક કાણા વાળા વાસણમાં નિતારવા રાખીદો જેથઈ દાળ એકદમ છુટ્ટી અને કોરી થઈ જાય

હવે એક મોટૂ બાઉલ લો તેમાં ચણાની દાળ લઈલો,હવે ત્યાર બાદ તેમાં ડુંગળી, કતરેલા મચરા, મીઠું ,હરદળ, ગરમ મસાલો ,લીલા ધાણા અને ફૂદીનો પણ એડ કરીને ચમચી વડે બરાબર મસાલો ભેળવી દો.

હવે જે પડ તૈયાર કર્યા છે તેમાં તેને એક પાટલી પર રાખો હવે તેમાં ચણની દાળનો મસાલો મૂકો પછી ચારે બાજૂથી પડ વાળીલો, ચોરસ ચારે બાજૂની કોર વાળઈને પોકેટ સાઈઝમાં તૈયાર કરીલો, હવે આ ચારેય ધારને પાણી વડે બરાબર ચોંટાડી દો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ ગરમ થાય એટલે આ તૈયાર કરેલા પોકેટ બન્ને સાઈડ બ્રાઉન થાય તે રીતે તળીલો
હવે આ પોકેટને ટામેટા સોસ, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. જે ખાવામાં એકદમ ટેસ્ટી હશે

Exit mobile version