Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ બનાવો કાકડી અને ડુંગળીની આ ચિઝી સેન્ડવીચ 

Social Share

સાહિન મુલતાનીઃ-

સેન્ડવીચ તો આપણા સૌ કોઈને ખૂબ પસંદ હોય છે આપણે ભાત ભાતની અવનવી સેન્ડવીચ ખાઘી છે પણ આજે જે સેન્ડવિચ બનાવીશું તેને બનાવતા માત્ર 10 મિનિટ થી પણ ઓછો સમય લાગે છે સાથે જ ખાવામાં ટેસ્ટી તો હોય જ છે અને બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી પણ થઈ જાય છે.

સામગ્રી 2 નંગ સેન્ડવીચ માટે

સૌ પ્રથમ કાકડીની છાલ કાઢીલો, ત્યાર બાદ તેને જીણી જીણી સમારીલો,

આજરીતે ડુંગળી અને ટામેટાને પણ એકદમ જીણુ સલડાની જેમ સમારીલો

હવે એક બાઉલમાં આ ત્રણેય સબજીને લઈલો

ત્યાર બાદ લીલા મરચાને સમારીને તેમાં એડ કરીદો

હવે આ વેજીસમાં માયોનિઝ, ચીલી ફ્લેક્સ અને ટોમેટો સોસો એડ કરીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો,

જો તમે ઈચ્છો તો ટામેટા કેચઅપ અને માયોનિઝની માત્રા વઘધટ કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે સેટ કરી શકો છો.

હવે એક બ્રેડની સ્લાઈસ લો તેમાં મોઝરેલા ચિઝ નાખો ત્યાર બાદ વેજીસ સ્ટફિંગ મૂકીને ઉપર ફરી ચિઝ નાખીને બીજી બ્રેડની સ્લાઈસ રાખીદો

હવે સેન્ડવિઝ ગ્રીલર કે પેઈનમાં બટર લગાવીને બન્ને બાજુ સેન્ડવીચને ક્રિસ્પી બ્રાઉન કરીલો તૈયાર છે કાકડી ઓનિયન સેન્ડવિચ,જેને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

Exit mobile version