Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે સબજી વગર જ બનાવો આ મસાલેદાર કઢી પકોડા, રાઈસ અને રોટી સાથે લાગશે સ્વાદિષ્ટ

Social Share

 

સામાન્ય રીતે ઘણી વખત આપણા કિચનમાં શાકભાજી પુરી થવા આવે છે ત્યારે શું બનાવવું તે દરેકને ચિંતા થાય છે, જો કે આજે આપણે માત્ર દંહીમાંથી બનતા શાકની વાત કરીશું જેને તમે બ્રેડ,રોટી કે પરાઠા સાથે ખાઈ શકો છો ડજે ખાવામાં ખૂબ જ ટેસ્ટિ અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો જોઈએ દહીંનું શાક કઈ રીતે બને છે.

ભજીયા બનાવાની રીત

બુંદી ભજીયા  બનાવા માટે 1 વાટકા જેટલા બેસનમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી અને સોડા ખાર નાખીને તેના નાના નાના ભજીયા તળીલો, હવે આ ભજીયાને સાઈડમાં મૂકી દો,

  દહીંની ગ્રેવી બનાવાની સામગ્રી અને રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ થવા દો.

તેલ ગરમ થયા બાદ તેમાં રાય-જીરુ ફોડી લો, હવે તેમાં કઢી લીમડો એડ કરીદો, હવે તેમાં જીણા સમારેલા લાલ મરચા પણ સાંતળી લો

હવે ત્યાર બાદ તેમાં લસણ એડ કરીને સાંતળો

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠૂં,લાલ મરચું નાખીદો

હવે દહીમાં બેસન નાખીને બરાબર મિક્તસ કરીલો ત્રયાર બાદ તરત જ  બેસન વાળું દહીં એડ કરીને બરાબર મિક્સ કરો,

હવે તેમાં તળેલા બેસનના ભજીયા નાખીને 1 કપ જેટલું પાણી નાખી દો.

હવે તેને 3 થી 4 મિનિટ ગેસ પર જ થવાદો

ત્યાર બાદ તેમાં ઉપરથી લીલા ઘણા એડ કરીલો, તૈયાર છે ગરમાં ગરમ દહીં બેસન ભજીયાનું ટેસ્ટિ શાક