Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે તહેવારોમાં ઘરે જ બનાવો આ વરખી પુરી, ખારી બિસ્કીટ જેવો ટેસ્ટ અને ખાવામાં ક્રિસ્પી પણ

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે દરેક ઘરમાં તહેવારો આવતા અવનવા નાસ્તાઓ બનતા હોય છે, જેમાં ખાસ કરીને ચા સાથે ખવાતા ખાજા અનેક લોકોના ફેવરિટ હોય છે, પરંતુ તેને ઘરે બનાવવા ઘણા લોકો માટે મહેનત વાળું કામ લાગે છે, અને જો ઘરે બનાવી પણ લઈએ છે તો તેના પળ ખીલતા નથી હોતા તેવી ગૃહિણીની ફરીયાદ હોય છે, આ માટે કેટલીક નાની નાની ટિપ્સ છે જો તમે આ ટિપ્સ પર ધ્યાન આપશો તો તમે પણ બહાર મળતા ખાજા જેવા ખીલેલા પળ વાળા ખાજા સરળતાથી બનાવી શકશો.

સામાન્ય રીતે ખાજા બે પ્રકારના હોય છે એક સ્વિટ અને એક તીખા, સ્વિટ ખાજા ખાંડની ચાસણીથી બને છે જ્યારે તીખા ખાજા મરી- જીરાના પાવડરથી બને છે.પરંતુ ખાજાની એક ખાસિયત હોય છે તે ખીલેલા હોય તો જ ખાવાની મજા આવે છે.

ખાજા બનાવવા માટે આટલી ટિપ્સ ફોલો કરો

નોંધઃ જો સ્વિટ ખાજા બનાવવા હોય તો મેંદાનો જ્યારે લોટ બાંધો છો ત્યારે હુંફાળા દૂધથી લોટ બાંધવો.

નોંધઃ જો તીખા ખાજા બનાવો છો તો તેના લોટમાં પાણી નો જ ઉપયોગ કરવો, પાણી થોડું હુંફાળું ગરમ કરી લેવું

  1. ખાજા બનાવતા વખતે તેમાં દેશી ઘીનું મોળ પુરતા પ્રમાણમાં નાખવું જેનાથી ખાજા ક્રિસ્પી અને મોં મા મૂકે તો ઓગળી જાય તેવા બને છે.
  2. જ્યારે પણ ખાજા બનાવો ત્યારે 4 પળ અને 7 પળનો માપ રાખવો, આટલા પળ બનાવાથી પળ સારા ખીલે છે.
  3. જ્યારે તમે એક પળ પર બીજો પળ લગાવો છો ત્યારે દેશી ઘી  લગાવીને તેના સાથે ચોખાનો લોટ ભભરાવવો, ચોખાના લોટથી જ્યારે ખાજા તળશો તો પળ સારા ખીલશે.
  4. જો ચોખાનો લોટના ઓપ્શનમાં તમે કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરશો તો પણ પળ સારા ખીલશે.
  5. જ્યારે 4 કે 7 પળ લગાવ્યા બાદ હળવા હાથે વેલણ મારવું જથી પળ ખીલવામાં ઈઝી રહેશે.
  6. જો તમે આટલી ટિપ્સ ફોલો કરશો તો ચોક્કસ તમારા ખાજા બહારની બેકરી જેવા બનશે.
Exit mobile version